હળવદના સુસવાવ ગામે દિવાલ માથે પડતા દંપતી સારવારમાં વાહન ચાલકોને રાહત: કચ્છથી જામનગર જવાના રસ્તા ઉપર આમરણ પાસે તૂટી ગયેલ ડાયવર્ઝનનો રસ્તો 40 કલાકે ચાલુ થયો ભારે વરસાદ અને મચ્છુ નદીમાં ધસમસતા પૂરથી માળિયા(મિં.) ના ખેડૂતો પાયમાલ: કપાસ-મગફળીનો ઉભો પાક જળમગ્ન મોરબીમાં જુદા-જુદા ત્રણ બનાવોમાં ત્રણના મોત ખેડૂત આંદોલનની અસર: મોરબી જિલ્લાના રંગપર, જસમતગઢ, શાપર, રોહીશાળા અને ખીરાઈ ગામે ભાજપના નેતાઓની પ્રવેશબંધી ! ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિરનું આયોજન મોરબીના મચ્છુ-2 ડેમ આખો ખાલી હોય તો પણ ભરાઈ જાય તેટલું પાણી નદીમાં વહી ગયું !: હજુ પણ 2 દરવાજા 3 ફૂટ ખુલ્લા હળવદમાં દુકાનમાંથી 230 કિલો સોપારી અને 50 તમાકુના ડબ્બાની ચોરી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યા સહાયકની જગ્યા માટેની અરજીઓ સ્વીકારાશે


SHARE







મોરબી જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યા સહાયકની જગ્યા માટેની અરજીઓ સ્વીકારાશે

મોરબી જિલ્લાની જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા ધો. ૧ થી ૫ તથા ધો.૬ થી ૮ માટે વિદ્યા સહાયક જગ્યા માટેની અરજી સ્વીકારવાનું શરૂ કરવામાં આવ્યું છે. અને તા. ૫/૨ થી ૧૪/૨ ઘટની જગ્યા માટે તથા સામાન્ય જગ્યા માટેની અરજી તા.૭/૨ થી તા.૧૬/૨ દરમિયાન જિલ્લા પંચાયત કચેરી, રૂમ નં-૧૨૭ તથા રૂમ નં-૧૨૯ માં સવારના ૧૧:૦૦ કલાક થી સાંજે ૧૭:૦૦ કલાક સુધી (રવિવાર તથા રજાના દિવસો સિવાય) સ્વીકારવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. ઉમેદવારોએ  ઓનલાઈન અરજી ડાઉનલોડ કરી અરજી જમા કરાવવા અરજદારે પોતે જ આવવાનું રહેશે.

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ અરજી સ્વીકાર કેન્દ્રમાં કોવિડ-૧૯ ની એસ.ઓ.પી. મુજબ વ્યવસ્થા કરેલ છે. જેમાં ધોરણ.૧ થી ૫ ની અરજીઓ રૂમ નં-૧૨૭ તથા ધો. ૬ થી ૮ ની અરજીઓ રૂમ નં-૧૨૯ માં સ્વીકારવામાં આવશે. ભરતી બાબતે મોરબી જિલ્લાનો કંટ્રોલરૂમ નં- ૦૨૮૨૨ ૨૯૯૧૦૬ છે. જેમાં કોઈ પણ પ્રકારની માહિતી ૧૧:૦૦ થી ૧૭:૦૦ કલાક દરમિયાન મેળવી શકાશે. વ્યવસ્થાના ભાગરૂપે ટોકન મેળવી કોવિડ-૧૯ ની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરી સંપૂર્ણ સહકાર સાથે પોતાની અરજી જમા કરાવવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.






Latest News