મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના દાદાશ્રીનગર પાસે અંજારથી માટેલ જતા પદયાત્રીને હડફેટે લઇને મોત નિપજાવનાર અજાણ્યા ટ્રક ચાલક સામે નોંધાયો ગુનો


SHARE

















મોરબીના દાદાશ્રીનગર પાસે અંજારથી માટેલ જતા પદયાત્રીને હડફેટે લઇને મોત નિપજાવનાર અજાણ્યા ટ્રક ચાલક સામે નોંધાયો ગુનો

મોરબીના માળીયા હાઈવે ઉપર દાદાશ્રીનગર પાસે અજાણ્યા ટ્રક ચાલકે અંજાર તરફથી માટેલ તરફ જઇ રહેલ પદયાત્રીકોના સંઘ પૈકીના આહીર યુવાનને હડફેટે લેતા યુવાનનું કમકમાટીભર્યુ મોત નિપજયુ હતુ જેમાં મૃતકના કૌટુંબીક ભાઇએ અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધાવ્યો હોય પોલીસે તેને ઝડપી પાડવા ચક્રો ગતીમાન કર્યા છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના માળીયા હાઈવે ઉપર દાદાશ્રીનગરની પાસે આવેલ રામદેવ હોટલ નજીક તા.૫ ની વહેલી સવારે સાડા ત્રણેક વાગ્યાના અરસામાં પગપાળા જઈ રહેલા લખુભાઇ જીવાભાઇ કાનગડ જાતે આહીર (ઉમર ૪૦) રહે.નગાવલાડીયા તાલુકો અંજાર (કચ્છ) નામના યુવાનને અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લીધો હતો જેથી ઇજાગ્રસ્ત લખુભાઇ કાનગડને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ટૂંકી સારવાર દરમિયાન લખુભાઇ જીવાભાઇ કાનગઢ નામના ૪૦ વર્ષીય આહિર યુવાનનું મોત નિપજતાં તેના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો જેને પગલે જાણ થતાં તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયાએ આગળની તપાસ હાથ ધરી હતી જેમાં પ્રાથમિક તપાસમાં ખૂલ્યું હતું કે કચ્છના અંજાર તાલુકાના નગાવલાડીયા ગામના વતની એવા મૃતક લખુભાઇ કાનગડ પદયાત્રીકોના સંઘ સાથે અંજાર બાજુથી મોરબીના માટેલ ગામે માતાજીના દર્શનાર્થે જઈ રહ્યા હતા ત્યારે મોરબીના માળીયા હાઈવે ઉપર દાદશ્રીનગર પાસે રામદેવ હોટલ પાસે લખુભાઇને અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે તેઓનું કમકમાટીભર્યુ મોત નિપજયું હતુ.આ અકસ્માત બનાવ સંદર્ભે મૃતકના કૌટુંબિક ભાઇ (મોટા બાપુના દિકરા) પબાભાઈ ભયાભાઈ કાનગડ જાતે આહીર (૪૯) રહે.નગાવલાડિયા તા.અંજાર જી.કચ્છ વાળાએ મોરબી તાલુકા પોલીસ મથકે અજાણ્યા ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પીએસઆઇ વી.કે કોઠીયાએ અકસ્માત સર્જીને ભાગી છુટેલા અજાણ્યા ટ્રકના ચાલકને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

વાહન અકસ્માતમાં સસરા-જમાઇ ઇજાગ્રત

મોરબીના નિવૃત પોલીસ કર્મચારી નરસીભાઈ ભોજાભાઇ કટારીયા (૬૦) રહે. લાયન્સનગર સતનામ કોમ્પલેક્ષ પાસે વાળા પોતાના જમાઈ પ્રવિણભાઈ પરમારની સાથે બાઈકમાં પ્રસંગ સબબ જુના ઘુટુ રોડ ઉપરથી જતા હતા ત્યાં ઘુંટુ પાસે સ્મશાન નજીક તેઓનું બાઈક સ્લીપ થઈ જવાના બનાવમાં ઇજાઓ થતાં નરસિંહ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જ્યારે ટંકારામાં ઇકબાલભાઇના ભંગારના ડેલામાં રહેતા કિશન જગદીશ સોલંકી નામના ૧૭ વર્ષીય યુવાનને મોરબીના જુના બસ સ્ટેશન પાસે મારામારીના બનાવમાં ઇજાઓ થતાં સારવાર માટે સિવિલે લવાયો હતો.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતો હારૂન ઈસ્માઈલ મિંયાણા નામનો નવ વર્ષીય બાળક પોતાના મામાની સાથે બાઈક માળીયા જતો હતો ત્યાં માળીયા નજીક પેટ્રોલ પંપ પાસે તેમનું બાઈક અન્ય બાઈક સાથે અથડાતા થયેલ અકસ્માતમાં હારૂન નામના ૯ વર્ષીય બાળકને ઇજાઓ થતાં સારવાર માટે મોરબી લવાયો હતો.જ્યારે મોરબીના કાલીકા પ્લોટ વિસ્તારમાં રહેતા મહંમદભાઇ કાળાભાઈ ભટ્ટી નામના ૭૫ વર્ષીય વૃદ્ધ સાઈકલમાં જતાં હતા ત્યારે રવાપર રોડ ઉપર કાનાની દાબેલી પાસે પડી જતા ઇજાગ્રસ્ત મહંમદભાઇ ભટ્ટીને સારવારમાં ખસેડાયા હતા.તેમજ વાંકાનેરના કાસીયાગાળા ગામે રહેતા સામાભાઈ મેઘાભાઇ ધોરીયા નામના ૫૦ વર્ષિય આધેડ ગામની પાસે નદી નજીકથી બાઇક લઇને જતા હતા ત્યારે બાઇકમાંથી પડી જતા ઇજાગ્રત સામાભાઇને અહીં ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હ




Latest News