મોરબીની ભારતી વિદ્યાલયમાં વસંત પંચમીની ઉજવણી
SHARE









મોરબીની ભારતી વિદ્યાલયમાં વસંત પંચમીની ઉજવણી
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલી ભારતી વિદ્યાલય શાળામાં વસંત પંચમીની ઉજવણી કરવામાં આવી હતી.શાળાના શિક્ષક ગણ અને વિદ્યાર્થીઓએ વિદ્યાની દેવી માઁ સરસ્વતીની પૂજા અર્ચના કરેલી તેમજ વિદ્યાલક્ષી તેમના પુસ્તકોનું પૂજન કરેલું.તેમજ શાળાના શિક્ષકગણ દ્વારા દરેક વિદ્યાર્થીઓને આ શુભ દિન નિમિતે પુસ્તક અને બોલપેનની ભેટ પણ આપવામાં આવી હતી.શાળા પ્રમુખ હિતેષભાઇ મહેતા અને સંચાલક કૌશલભાઈ મહેતાએ વિદ્યાર્થીઓને આજના દિવસનો મહિમા સમજાવ્યો હતો અને સામુહિક માઁ સરસ્વતીના મંત્રોનું ઉચ્ચાર કરીને શુભદિનની શરૂઆત કરી વસંત પંચમી એટલે કે માઁ સરસ્વતી જ્યંતિની ઉજવણી કરવામાં આવી હતી.
