વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબી લાયન્સ કલબ અને ક્રિષ્ના સ્કૂલ દ્વારા ટીચર ટ્રેનીંગ કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબી લાયન્સ કલબ અને ક્રિષ્ના સ્કૂલ દ્વારા ટીચર ટ્રેનીંગ કાર્યક્રમ યોજાયો

વિદ્યાર્થીઓ અને વાલીઓના અનેક પ્રશ્નોનોને વાચા આપવા, ટીચરને બેસ્ટમાંથી વધુ બેસ્ટ બનાવવા, ભારતના ભવિષ્યનુ વધૂ સારુ ઘડતર કરવા અને શિક્ષણની દુનિયામાં કઈંક નવુ કરવાના હેતુથી લાયન્સ કલબ ઓફ મોરબી સિટી અને ક્રિષ્ના સ્કૂલ દ્વારા બે દિવસીય ટીચર ટ્રેનિંગ વર્કશોપનુ આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે લાયન્સ ક્લબના પ્રમુખ ત્રિભોવનભાઈ ફુલતરીયા, રીજીયન ચેરપરસન રમેશભાઈ રૂપાલા, ઝોન ચેરપર્શન તુષારભાઈ દફતરી, સેક્રેટરી કેશુભાઈ દેત્રોજા, ડીઇઓ બી.એમ. સોલંકી, સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ અશોસિયેશનના પ્રમુખ મનોજભાઈ ઓગણજા, ક્રિષ્ના સ્કુલ પ્રમુખ ભરતભાઈ બોપલિય, સ્કૂલના ટ્રસ્ટી હર્ષદભાઈ ઓડિયા વગેરે હાજર રહ્યા હતા અને યોગેશભાઈ પોટા દ્વારા ટીચર ટ્રેનિંગ વર્કશોપમાં જોડાયેલ ૩૭ જેટલા શિક્ષકોને ટ્રેનિંગ આપવામાં આવી હતી આ તકે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ અશોસિયેશનના મનોજભાઈ ઓગણજાએ જણાવેલ કે, શિક્ષકોએ સમાજમાં નિષ્ઠાથી ફરજ બજાવીને રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપવુ જોઇએ. આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન ક્રિષ્ના સ્કૂલના આચાર્ય મનીષભાઈ ચારોલાએ કર્યું હતુ.




Latest News