માળીયા (મી)ના જૂના ઘાંટીલા ગામે ફેબાએ રાંધવા બાબતે ઠપકો આપતા સગીરાએ કર્યો આપઘાત
વાંકાનેરના પલાસ પાસેથી ૮૪ બોટલ દારૂ ભરેલ સેન્ટ્રો કાર રેઢી મળી !
SHARE









વાંકાનેરના પલાસ પાસેથી ૮૪ બોટલ દારૂ ભરેલ સેન્ટ્રો કાર રેઢી મળી !
વાંકાનેર તાલુકાના પલાસ ગામ નજીક માટેલ તરફ જવાના કાચા રસ્તા ઉપરથી પસાર થતી સેન્ટ્રો કારને પોલીસે રોકીની કોશિશ કરી હતી ત્યારે કાર ચાલક તેની કાર રેઢી મૂકીને નાશી ગયો હતો જેથી પોલીસે કારને ચેક કરતા તે કારમાંથી ૮૪ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૩૧,૫૦૦ રૂપિયાની કિંમતનો દારૂ અને બે લાખ રૂપિયાની કાર આમ કુલ મળીને ૨,૩૧,૫૦૦ ના મુદ્દામાલને કબજે કરેલ છે અને કાર રેઢી મુકીને નાસી ગયેલા શખ્સની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે
જાણવા મળતી વિગતો પ્રમાણે વાંકાનેર તાલુકાના પલાસ ગામથી માટેલ તરફ જવાના કાચા રસ્તા ઉપર પોલીસ વોચમાં હતી ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલી સેન્ટ્રો કારને રોકવા માટે થઈને પ્રયત્ન કર્યો હતો ત્યારે કાર ચાલક પોતાની કારને રેઢી મૂકીને ત્યાંથી નાસી ગયો હતો જેથી કરીને પોલીસે સેન્ટ્રો કાર નંબર જીજે ૧૩ એનએન ૯૨૦૪ ને ચેક કરતા તે કારમાંથી ૮૪ બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે દારૂ અને કાર મળીને ૨,૩૧,૫૦૦ રૂપિયાની કિંમતનો મુદામાલ કબજે કર્યો છે અને હાલમાં સેન્ટ્રો કારને રેઢી મુકીને નાસી છૂટેલા કારચાલકની સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બે બોટલ દારૂ
મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડ ઉપર આવેલા આસ્વાદ પાન વાળી શેરીમાંથી પસાર થઈ રહેલા યુવાનને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે છ સો રૂપિયાની કિંમતનો દારૃ સાથે સીરાજ ઉમરભાઈ ખોખર જાતે સિપાહી (ઉંમર ૨૫) રહે. મહેન્દ્રપરા શેરી નંબર-૨૦ વાળા ની ધરપકડ કરેલ છે અને તેની પાસે દારૂની બોટલો ક્યાંથી આવી હતી તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે
