મોરબીની વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ટીચર ટ્રેનીંગ કાર્યક્રમ યોજાયો
કોરોના કાળમાં સૌને ઘેર સમૂહલગ્ન: મોરબી સતવારા સહકાર મંડળ દ્વારા પ્રેરણાત્મક પહેલ
SHARE









કોરોના કાળમાં સૌને ઘેર સમૂહલગ્ન: મોરબી સતવારા સહકાર મંડળ દ્વારા પ્રેરણાત્મક પહેલ
મોરબીમા શ્રી સતવારા સહકાર મંડળ દ્વારા દર વર્ષે સમુહલગ્નનું આયોજન કરવામાં આવે છે. આવી જ રીતે ગત વર્ષની જેમ આ વર્ષે પણ કોરોનાની ગાઇડ લાઇનને ધ્યાનમાં રાખીને વધુ લોકો એક જ જગ્યાએ એકત્રીત ન થાય તે માટે હેતુથી સમુહ લગ્ન સમીતી તેમજ હોદેદારોએ નવતર અભિગમ અપનાવ્યો છે.
કોરોના દરમ્યાન વધુ લોકોને એક જગ્યાએ એકત્રિત કરવાના બદલે સૌને ઘેર સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને ૩૧ નવદંપતી પોતપોતાના ઘરે પ્રભુતામાં પગલા માંડશે જે લગ્નવિધી મહા સુદ નોમને તારીખ ૧૦-૨-૨૦૨૨ને ગુરુવારના રોજ યોજાશે અને દરેક પોરિવાર પોત પોતાના ઘરે સરકારના નીયમોના ચુસ્ત પાલન સાથે લગ્નવિધી સંપન્ન કરશે આ સૌને ઘેર સમુહ લગ્નમાં દરેક દિકરીઓને કરીયાવરમાં લાકડાની શેટી તેમજ સોના, ચાંદીના ઘરેણાની વીવીધ વસ્તુઓ સાથે વાસણ અને જરૂરી ૧૦૨ વસ્તુઓ કરીયાવર આપવામાં આવશે. જે સતવારા સમાજના સૌ દાતાઓના સહયોગથી શક્ય બન્યુ છે.
ઘરે ઘરે સમૂહલગ્ન માટે ગત વર્ષેની જેમ આ વર્ષે પણ મુખ્યદાતાનું ગૌરવ "પરમાર બંધુ" એટલે કે દર્શનભાઇ દિલીપભાઇ પરમાર અને નિરવભાઇ દિલિપભાઇ પરમારે મેળવ્યુ છે અને તેમની લાડકી દિકરી "કુમારી ગૌતમી" દર્શનભાઇ પરમારના નામે આપેલ છે તેઓએ દરેક દિકરીઓને ગોદરેજના કબાટ આપેલ છે. આજના આધુનીક યુગમાં લગ્ન પ્રસંગ ઘણો ખર્ચાળ બનતો જાય છે અને ખોટી દેખાદેખી પાછળ આર્થીક ભીસ વધતી જાય છે. દિવસે ને દિવસે મોંઘવારી પણ વધતી જાય છે, તેથી આ સમયમાં સૌને માટે સમુહલગ્નએ આશિર્વાદ સમાન સાબિત થાય છે. આ સાતમાં સૌને ઘેર સમુહલગ્નને સફળ બનાવવા માટે સમુહ લગ્ન સમિતી તેમજ કરીયાવર વ્યવસ્થાપન સમીતીએ ભારે જહેમત ઉઠાવેલ છે તેવું સમુહલગ્ન સમિતીના પ્રમુખ મેરૂભાઇ કંઝારીયા, ઉપપ્રમુખ ધરમશીભાઇ હડિયલ, મંત્રી લાલજીભાઇ જાદવ, કન્વીનર ભાવેશભાઇ કંઝારીયા અને વિજયભાઇ પરમાર, સહ કન્વીનર પ્રભુદાસ ડાભી, દિનેશભાઇ પરમાર, દેવશીભાઇ ડાભી અને કરીયાવર સમિતી કન્વીનર વિજયભાઇ પરમારે જણાવ્યુ છે
