માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

અફલાતુન નહીં આફત રૂપ વિકાસ !: મોરબીના ઝીકિયાળી સુધીના રસ્તાનું કામ બે વર્ષે પણ અધૂરું!, ધૂળની ડમરી અને કાંકરેટથી લોકો ત્રાહિમામ


SHARE

















અફલાતુન નહીં આફત રૂપ વિકાસ !: મોરબીના ઝીકિયાળી સુધીના રસ્તાનું કામ બે વર્ષે પણ અધૂરું!, ધૂળની ડમરી અને કાંકરેટથી લોકો ત્રાહિમામ

સરકાર દ્વારા લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે લખો નહીં પરંતુ કરોડો રૂપિયા આપવામાં આવે છે જો કે અધિકારી અને કોન્ટ્રાકટરની બેદરકારીના લીધે લોકો હેરાન થતાં હોય છે આવો જ ઘાટ હાલમાં મોરબી તાલુકાનાં નીચી મંડલથી લઈને ઝીકિયાળી સુધી જતાં રસ્તા ઉપર જોવા મળી રહ્યો છે કેમ કે, બે વર્ષ કરતાં વધુ સમયથી કોન્ટ્રાકટર દ્વારા ધિમિગતિએ કામગીરી કરવામાં આવી રહી છે જેથી કરીને ગ્રામ્ય વિસ્તારના લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આટલું જ નહીં રસ્તા ઉપર મેટલ પથરવામાં આવી છે તેના લીધે ઘણા અકસ્માતો પણ છેલ્લા બે વર્ષમાં થયા છે ત્યારે આગામી દિવાસીમાં કોઈ જીવલેણ અકસ્માત સર્જાય તે માટે રોડને બનાવવામાં આવે તેવી લોકોની માંગ છે

મોરબી જિલ્લાના મોટાભાગના રોડ રસ્તાની હાલત દાયનીય છે તેમ છતા પણ અધિકારી અને પદાધિકારીઓ વિકાસના ગાણા જ ગાતા જોવા મળતા હોય છે હાલમાં તમારા ટીવીની સ્ક્રીન ઉપર જે રસ્તો દેખાઈ રહ્યો છે તે ન માત્ર ગુજરાત પરંતુ દેશમાં માથાદીઠ આવકમાં સૌથી મોખરેનું સ્થાન ધરાવતા મોરબી તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારને જોડતો રસ્તો છે અને નીચી મંડલથી લઈને વાંકડા, ખરેડા, ઝીકિયાળી, ગોકુલિયા, ચકમપર સહિતના ગામ સુધી જવા માટેનો આ એક માત્ર મુખ્ય રસ્તો છે જેથી કરીને જુદાજુદા ગામમાં રહેતા લોકોને ધંધા રોજગાર માટે કે પછી મેડિકલના કામ માટે મોરબી આવવું હોય કે પછી અહીથી કોઈને તે ગામમાં જવાનું હોય તો તેમણે આ ભંગાર રસ્તા ઉપરથી જ પસાર થવું પડે છે

ખરેડાના માજી સરપંચ ચતુરભાઈ નાનજીભાઇ તેમજ ઝીકિયાળીના લખનભાઈ પટેલ સાથે વાત કરતાં તેઓએ જણાવ્યુ હતું કે, આ રસ્તાનું કામ માર્ગ મકાન વિભાગ દ્વારા કોન્ટ્રાકટર આપીને કરાવવામાં આવી રહ્યું છે જો કે, ૧૧ કિલો મીટરનો રસ્તો બનાવવા માટેનું કામ ફેબ્રુઆરી ૨૦૨૦માં ચાલુ કરવામાં આવ્યું હતું જો કે, ત્યાર બાદ કોન્ટ્રાકટરના માણસો દ્વારા કામગીરી ઘણા સમય સુધી બંધ કરી દેવામાં આવી હતી અને ત્યાર પછી પણ ગોકળગતિએ કામ કરવામાં આવી રહ્યું છે જેથી કરીને સતત ઊડતી ધૂળની ડમરીઓ અને કાંકરેટથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે

રામનગરના ભૂદારભાઇ બાવરવા અને ઝીકિયાળીના દિવ્યેશભાઇ રાણપરા સાથે વાત કરતાં તેઓએ જણાવ્યુ હતું કે છેલ્લા બે વર્ષ કરતાં વધુ સમયથી કોન્ટ્રાકટર દ્વારા રોડ ઉપર કાંકરે પથરવામાં આવી છે જો કે ત્યારે પછી આ રોડનું કામ પૂરું કરવામાં આવ્યું નથી જેથી કરીને એસટીની બસ કે બીજા કોઈ ભારે વાહન અથવા તો કાર પસાર થાય છે ત્યારે તેના ટાયરમાંથી બંદૂકની ગોળીની જેમ પથ્થર છૂટે છે જેથી કરીને લોકોને ઇજાઓ થાય છે અને તેના વાહનોમાં નુકશાન પણ થાય છે અને ઘણી વખત બાઇક સ્લીપ થવાથી લોકોને ઇજાઓ થાય છે અને બીજો કોઈ રસ્તો ન હોવાથી લોકોને હાલમાં ભાંગેલા તૂટેલા રસ્તા ઉપરથી જ પસાર થવું પડે છે માટે વહેલી તકે રોડ બનાવવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે

તો ઝીકિયાળીના સુરાણી નયનભાઇ સાથે વાત કરતાં તેઓએ જણાવ્યુ હતું કે તેને જણાવ્યુ હતું કે, તેઓના ગામથી હાલમાં મોરબી કે પછી ચરાડવા જવું હોય તો એક પણ રસ્તો સારો નથી કેમ કે, ઝીકિયાળીથી નીચી માંડલ સુધીના રસ્તાનું કામ બે વર્ષથી અધૂરું છે અને ઝીકિયાળીથી ગોકુલિયા થઈને ચરાડવા તરફ જવાનો રાતો તો વર્ષોથી બિસ્માર હાલતમાં છે જેથી કરીને લોકોના આરોગ્યને ગંભીર રીતે નુકશાન થાય તેવા રસ્તા હોવા છતા પણ બીજો કોઈ વિકલ્પ ન હોવાથી લોકોને આ રસ્તા ઉપરથી જ અવર જવર કરવી પડે છે ત્યારે છેલ્લા વર્ષમાં એક કે બે નહી પરંતુ અનેક નાના મોટા અકસ્માતો આ બંને રોડ ઉપર થયા છે હવે જીવલેણ અકસ્માત સર્જાય તે પહેલા તંત્ર દ્વારા રોડ બનાવવામાં આવે તેવી લોકોની લાગણી અને માંગણી છે




Latest News