હળવદના સુસવાવ ગામે દિવાલ માથે પડતા દંપતી સારવારમાં વાહન ચાલકોને રાહત: કચ્છથી જામનગર જવાના રસ્તા ઉપર આમરણ પાસે તૂટી ગયેલ ડાયવર્ઝનનો રસ્તો 40 કલાકે ચાલુ થયો ભારે વરસાદ અને મચ્છુ નદીમાં ધસમસતા પૂરથી માળિયા(મિં.) ના ખેડૂતો પાયમાલ: કપાસ-મગફળીનો ઉભો પાક જળમગ્ન મોરબીમાં જુદા-જુદા ત્રણ બનાવોમાં ત્રણના મોત ખેડૂત આંદોલનની અસર: મોરબી જિલ્લાના રંગપર, જસમતગઢ, શાપર, રોહીશાળા અને ખીરાઈ ગામે ભાજપના નેતાઓની પ્રવેશબંધી ! ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિરનું આયોજન મોરબીના મચ્છુ-2 ડેમ આખો ખાલી હોય તો પણ ભરાઈ જાય તેટલું પાણી નદીમાં વહી ગયું !: હજુ પણ 2 દરવાજા 3 ફૂટ ખુલ્લા હળવદમાં દુકાનમાંથી 230 કિલો સોપારી અને 50 તમાકુના ડબ્બાની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં એક તરફી પ્રેમ પ્રકરણમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ યુવાનનો આપઘાત


SHARE







મોરબીમાં એક તરફી પ્રેમ પ્રકરણમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ યુવાનનો આપઘાત

હાલ મોરબીના સામાકાંઠે ભડીયાદ ઢોરા નજીક રહેતા યુવાને ગળેફાંસો ખાઈ લેતા મૂળ જામનગરનાં કોળી યુવાનનું મોત નિપજયું હતુ.મૃતક યુવાન તેના રહેણાંક વિસ્તારમાં રહેતી કોઈ યુવતીને પ્રેમ કરતો હતો અને તેમાં લાગી આવવાથી યુવાને અંતિમ પગલું ભર્યું હોય તેવું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મૂળ જામનગરનો અને હાલ મોરબીના સામાકાંઠે ભડીયાદ રોડ ઉપર રામદેવપીરનો ઢોરો વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતો સંજય ધીરૂભાઈ વાઘવાણા જાતે કોળી નામના ૨૨ વર્ષીય અપરણીત યુવાને ગળેફાંસો ખાઇ લીધો હતો જેથી કરીને તેનું મોત નિપજતા તેના મૃતદેહને પીએમ માટે સિવિલ ખસેડવામાં આવ્યો હતો.ત્યાંથી બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના એએસઆઇ આર.બી.વ્યાસે તપાસ શરૂ કરી હતી અને પ્રાથમિક તપાસમાં ખૂલ્યું હતો કે મૃતક સંજય કોળી મોરબીમાં જયાં રહેતો હતો તેના રહેણાક વિસ્તાર આસપાસ કોઈ યુવતીને એક તરફી પ્રેમ કરતો હતો અને તેને લઈને તેણે અંતિમ પગલું ભરી લીધું હોવાથી પોલીસે બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરેલ છે.

યુવાનનું મોત

મૂળ ઉત્તરપ્રદેશના દેવરિયાનો વતની અને હાલ મોરબીના બેલા ગામે આવેલ ખોખરા હનુમાન મંદિરની બાજુમાં આવેલ સિરામિક યુનિટમાં રહીને મજૂરી કામ કરતો રાજેન્દ્રયાદવ રેખાયાદવ યાદવ રઘુવંશી પોતાનો થૈલો લઈને પોતાના વતન ઉત્તરપ્રદેશના દેવરીયા જવા માટે નીકળ્યો હતો અને તે મોરબીની પંચાસર ચોકડી પાસે પહોંચ્યો હતો ત્યારે પંચાસર ચોકડી નજીકના હનુમાન મંદિર પાસે તે બાંકડા ઉપર સૂતો હતો અને તે મોડે સુધી ઉઠયો ન હોય આસપાસના લોકોએ એકત્ર થઇને ૧૦૮ માં જાણકારી આપતા ૧૦૮ દ્વારા તેને બેભાન હાલતમાં અહિંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જ્યાં ફરજ પરના તબીબે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને હાર્ટ એટેકને લીધે રાજેન્દ્રયાદવ રેખાયાદવ યાદવ જાતે રઘુવંશી (ઉમર ૪૧) નામના મૂળ દેવરિયા ઉત્તરપ્રદેશના મજૂર યુવાનનું મોત નીપજ્યું હોય બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી સીટી એ ડિવિજન પોલીસ મથકના હરેશભાઇ ચાવડાએ બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.






Latest News