મોરબીમાં એક તરફી પ્રેમ પ્રકરણમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ યુવાનનો આપઘાત
હળવદ તાલુકામાં આપઘાત-અકસ્માતના જુદાજુદા ત્રણ બનાવમાં ત્રણ વ્યક્તિનાં મોત
SHARE
હળવદ તાલુકામાં આપઘાત-અકસ્માતના જુદાજુદા ત્રણ બનાવમાં ત્રણ વ્યક્તિનાં મોત
હળવદના મયુરનગરમાં પરિણીતાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે તો શક્તિનગર ગામ પાસે નકલંક ટાઉનશીપમાં રહેતા યુવાને નર્મદની કેનાલમાં ઝંપલાવી લીધું હતુ જેથી તેની બોડીને શોધવા માટે કવાયત કરવામાં આવી રહી હતી અને તેની બોડી કેનાલમાંથી મળી આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરેલ છે આ ઉપરાંત હળવદમાં જૂની એસબીઆઈ બેન્ક પાસે ટ્રેલર ચાલકે બાઇક સવાર યુવાનને હડફેટે લીધો હતો અને તેના માથા ઉપરથી તોતિંગ વ્હીલ ફરી વળતાં યુવાનનું મોત નીપજયું હતું
જાણવા મળતી માહિતી મુજબ હળવદના મયુરનગરમાં સરોજબેન નિકુલભાઈ દલવાડી નામની પરિણીતાએ પોતાના જ ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને સિવિલ હોસ્પિટલે પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો અને પરિણિતાએ આપઘાત કરી લેતા દોઢ વર્ષની દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી છે અત્રે ઉલ્લેખનીય છે કે, પરિણિતાના લગ્ન બે વર્ષ પહેલા કરવામાં આવ્યા હતા અને સરોજબેને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા પોલીસ હાલમાં આપઘાતના બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે
હળવદના શક્તિનગર ગામ પાસે નકલંક ટાઉનશીપમાં હાલમાં રહેતો મૂળ કલ્યાણપુર ગામનો પ્રતાપભાઈ ધમાભાઈ ભુંભરીયા (ઉંમર ૨૩) નામના યુવાને ઘરેથી ગુમ થયો હતો જેથી કરીને પરિવારજનોએ તેને શોધા માટે કવાયત શરૂ કરી હતી અને કેનાલ પાસેથી યુવાનના દૂધ ભરેલા કેન સાથેનું બાઈક અને મોબાઈલ ફોન મળી આવ્યો હતો જેથી કરીને નર્મદા કેનાલમાં તેને શોધવા માટે કવાયત શરૂ કરવામાં આવી હતી અને ટિકર ગામના તરવૈયાઓની મદદથી કેનાલ પાડીને આપઘાત કરી લેનારા યુવાનના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો અને મૃતક યુવાનની બોડીને પીએમ માટે સિવિલ હોસ્પિટલ હળવદ ખાતે ખસેડવામાં આવી હતી અને પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે
અકસ્માતમાં મોત
હળવદમાં ખારીવાડી વિસ્તારમાં રહેતા યશભાઈ જયંતિભાઈ કણઝારીયા નામનો યુવાન પોતાનું બાઇક લઇને માળીયા હાઈ-વે ઉપર જૂની એસબીઆઈ બેન્ક પાસેથી જતો હતો ત્યારે ધ્રાંગધ્રા તરફથી આવતા ટ્રેલર ચાલકે તેને હડફેટે લેતા યુવાન રોડ પર નીચે પડી ગયો હતો. અને બાદમાં ટ્રેલરનું ટાયર યુવાનના માથા પર ફરી વળ્યું હતું જેથી તે યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું અને આ બનાવની જાણ થતાની સાથે જ હળવદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી આ બનાવમાં મૃતકના પરિવારજનની ફરિયાદ લેવા માટે તજવીજ કરવામાં આવી રહી છે