ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મોરબી જિલ્લા યોગ કો-ઓર્ડીનેટર તરીકે વાલજી ડાભીની નિમણૂક
મોરબીમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દીવસ અનુસંધાને ત્રિ-દિવસીય વર્કશોપ સેમીનારનું આયોજન
SHARE









મોરબીમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દીવસ અનુસંધાને ત્રિ-દિવસીય વર્કશોપ સેમીનારનું આયોજન
રાષ્ટ્રીય વિજ્ઞાન દીવસ ડૉ.સી.વી.રામનની મહાન વૈજ્ઞાનિક સિધ્ધિ રામન ઈફેક્ટની યાદમાં માનવમાં રહેલ સર્જનાત્મક શોધ-સંશોધન વૃતિને બહાર લાવવાનાં હેતુસર વિજ્ઞાનનાં સિધ્ધાંત આધારીત વૈજ્ઞાનિક મૉડેલ બનાવવા માટે ત્રિ-દિવસીય વર્કશોપ સેમીનારનું આયોજન કરાયેલ છે.
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકશોલોજી ગુજરાત સરકાર ગાંધીનગર પ્રેરિત "આર્યભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર-મોરબી દ્વારાં "રાષ્ટ્રીય વિજ્ઞાન દીવસ"નાં અનુસંધાને માનવમાં રહેલ સર્જનાત્મક શોધ-સંશોધન વૃતિને બહાર લાવવાંનાં હેતુથી આગામી તારીખ ૨૨-૨૩-૨૪ ફેબ્રુઆરી ત્રિદીવસીય વર્કશોપ સેમીનાર સવારે ૯:૩૦ થી ૫ રહેશે.વર્કશોપ સેમીનારમાં ભાગ લેવાં માટે ધોરણ ૧ થી ૧૨, કૉલેજનાં વિધાર્થીઓ,શિક્ષક મિત્રો તજજ્ઞો તથાવાલીઓ કોઈપણ વ્યક્તિ ભાગ લઈ શકશે.યોગ્ય વ્યવસ્થા માટે સ્પર્ધકોએ પોતાનું નામ, ધોરણ-વ્યવસાય, સ્કૂલનું નામ તથા જે વિજ્ઞાનનાં સિધ્ધાંત આધારિત મોડેલ બનાવવા ઈચ્છે છે તે વિજ્ઞાનનાં મોડેલનું નામ તેમજ તે બનાવવા માટે જરૂરી સાધન સામગ્રીના નામનું લીસ્ટ તૈયાર કરીને મોકલી આપવાનું રહેશે.બપોરે ભોજનની વ્યવસ્થા તથા બહારગામનાં સ્પર્ધકોને મુસાફરી ખર્ચ આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી ચુકવશે.યોગ્ય વ્યવસ્થા માટે સ્પર્ધકોએ પોતાની વિગત તા.૧૯ સુધીમાં એલ.એમ.ભટ્ટ (મો.98249 12230, 87801 27202) અથવા દિપેનભાઈ ભટ્ટ (મો.97279 86386) ને મોકલી આપવાની રહેશે તેમ યાદીમાં જણાવવામાં આવેલ છે.
