ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મોરબી જિલ્લા યોગ કો-ઓર્ડીનેટર તરીકે વાલજી ડાભીની નિમણૂક
SHARE









ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મોરબી જિલ્લા યોગ કો-ઓર્ડીનેટર તરીકે વાલજી ડાભીની નિમણૂક
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગામડે ગામડે અને ઘર ઘર સુધી યોગ પહોચાડવા માટે યોગ બોર્ડ સતત પ્રયાસો કરે છે. ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મોરબી જિલ્લામાં વાલજીભાઈ ડાભીની મોરબી જિલ્લા યોગ કો-ઓર્ડીનેટર તરીકે નિમણૂક કરવા આવી છે. તે બદલ તેઓને ચોમેરથી અભિનંદન મળી રહ્યા છે તેઓએ યોગમય જીવનશૈલી નામનું ખૂબ જ સરળ અને કલરફૂલ ભારતીય યોગ પરંપરાનું દર્શન કરવતા પુસ્તકનું પ્રકાશન કરેલ છે. અને યોગ ટ્રેનર દ્વારા મોરબી જિલ્લામાં જુદા જુદા વિસ્તારમાં એક એક મહિનાના યોગ વર્ગો પણ ચલાવે છે. હાલ મોરબી જિલ્લામાં કરાટે માસ્ટર અને યોગ કોચ તરીકે કાર્યરત છે.તેઓ મોરબીને યોગમય બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહે છે
