મોરબીમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દીવસ અનુસંધાને ત્રિ-દિવસીય વર્કશોપ સેમીનારનું આયોજન
મોરબીમાં સતવાર સમાજ દ્વારા આયોજિત સૌને ઘેર સમુહલગ્નમાં કરિયાવર માટેના દાતાઓનું સન્માન કરાયું
SHARE
મોરબીમાં સતવાર સમાજ દ્વારા આયોજિત સૌને ઘેર સમુહલગ્નમાં કરિયાવર માટેના દાતાઓનું સન્માન કરાયું
મોરબીમા શ્રી સતવારા સહકાર મંડળ દ્વારા દર વર્ષે સમુહલગ્નનું આયોજન કરવામાં આવે છે. આવી જ રીતે ગત વર્ષની જેમ આ વર્ષે પણ કોરોનાની ગાઇડ લાઇનને ધ્યાનમાં રાખીને વધુ લોકો એક જ જગ્યાએ એકત્રીત ન થાય તે માટે હેતુથી સમુહ લગ્ન સમીતી તેમજ હોદેદારોએ નવતર અભિગમ અપનાવ્યો છે અને કોરોના દરમ્યાન વધુ લોકોને એક જગ્યાએ એકત્રિત કરવાના બદલે સૌને ઘેર સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને ૩૧ નવદંપતી પોતપોતાના ઘરે પ્રભુતામાં પગલા માંડશે જે લગ્નવિધી મહા સુદ નોમને તારીખ ૧૦-૨-૨૦૨૨ને ગુરુવારના રોજ યોજાશે ત્યાર પહેલા મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ સમાજની વાડી ખાતે આજે સમૂહલગ્નમાં જોડાયેલ દીકરીઓના પરિવારને દાતાઓના સહકારથી જે કરિયાવર આપવાનો હતો તે આપી દેવામાં આવેલ છે તેમજ આ તકે દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આ સમુહ લગ્નમાં દરેક દિકરીઓને કરીયાવરમાં લાકડાની શેટી તેમજ સોના, ચાંદીના ઘરેણાની વીવીધ વસ્તુઓ સાથે વાસણ અને જરૂરી ૧૦૨ વસ્તુઓ કરીયાવરમાં આપવામાં આવેલ છે અને આ સમૂહલગ્ન માટે મુખ્યદાતા દર્શનભાઇ દિલીપભાઇ પરમાર અને નિરવભાઇ દિલિપભાઇ પરમાર હતા તે સહિતના દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને આ સાતમાં સમુહલગ્નને સફળ બનાવવા માટે સમુહ લગ્ન સમિતીના પ્રમુખ મેરૂભાઇ કંઝારીયા, ઉપપ્રમુખ ધરમશીભાઇ હડિયલ, મંત્રી લાલજીભાઇ જાદવ, કન્વીનર ભાવેશભાઇ કંઝારીયા અને વિજયભાઇ પરમાર, સહ કન્વીનર પ્રભુદાસ ડાભી, દિનેશભાઇ પરમાર, દેવશીભાઇ ડાભી અને કરીયાવર સમિતી કન્વીનર વિજયભાઇ પરમારે જણાવ્યુ છે









