મોરબીમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આગામી તા.૨૫ ના રાજ્યકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાશે
હળવદમાં યુવાનને કચડી નાખનારા ટ્રેલર ચાલક સામે નોંધાયો ગુનો
SHARE
હળવદમાં યુવાનને કચડી નાખનારા ટ્રેલર ચાલક સામે નોંધાયો ગુનો
હળવદમાં માળીયા હાઈ-વે ઉપર જૂની એસબીઆઈ બેન્ક પાસે ટ્રેલર ચાલકે બાઇકને હડફેટે લીધું હતું અને બાઇક સવાર યુવાન નીચે પડ્યો હતો બાદમાં તેના માથા ઉપરથી ટ્રેલરનું તોતિંગ વ્હીલ ફરી ગયું હતું જેથી તે યુવાનનું મોત નીપજયું હતું જે બનાવમાં હાલ મૃતક યુવાનના પિતાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદમાં ખારીવાડી વિસ્તારમાં રહેતા યશભાઈ જયંતિભાઈ કણઝારીયા નામનો યુવાન પોતાનું બાઇક લઇને માળીયા હાઈ-વે ઉપર જૂની એસબીઆઈ બેન્ક પાસેથી સોમવારે જતો હતો ત્યારે ધ્રાંગધ્રા તરફથી આવતા ટ્રેલર ચાલકે તેને હડફેટે લેતા યુવાન રોડ પર નીચે પડી ગયો હતો. અને બાદમાં ટ્રેલરનું ટાયર યુવાનના માથા પર ફરી વળ્યું હતું જેથી તે યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું અને આ બનાવમાં હાલમાં મૃતક યુવાનના પિતાએ હળવદ પોલીસ સ્ટેશને જીજે ૧૨ એઝેડ ૮૨૯૯ ના ચાલકની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.