વાંકાનેરમાં આકાર પામી રહેલા શ્રી રામધામ ખાતે મહાયજ્ઞમાં જોડાવા મોરબીના રઘુવંશી સમાજને હાકલ
મોરબી રોટરી કલબ દ્રારા યોજાએલ આયુર્વેદિક ચિકિત્સા કેમ્પનો ૧૦૦ લોકોએ લાભ લીધો
SHARE









મોરબી રોટરી કલબ દ્રારા યોજાએલ આયુર્વેદિક ચિકિત્સા કેમ્પનો ૧૦૦ લોકોએ લાભ લીધો
રોટરી ક્લબ-મોરબી દ્વારા બે સફળ આયુર્વેદિક ચિકિત્સા કેમ્પ યોજાયા બાદ પુન: ત્રીજી વખત નિ:શુલ્ક ગીર આયુર્વેદિક ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં ગીર (સાસણ) ના પ્રખર વૈધ જીગ્નેશભાઈ પટેલ દ્વારા નિદાન કરવામાં આવ્યુ હતુ.આ કેમ્પનો ૧૦૧ વ્યક્તિઓએ લાભ લીધો હતો.આ કેમ્પ સેજપાલ હોલ જલારામ પ્રાર્થના મંદિર મોરબી ખાતે રાખવામાં આવ્યો હતો. કેમ્પને સફળ બનાવવા માટે રોટરી ક્લબના સભ્યો સિદ્ધાર્થભાઈ જોશી, અશોકભાઈ મહેતા, હરીશભાઇ શેઠ, મનુભાઈ પટેલ, ભરતભાઇ કાનાબાર, સંજયભાઈ છનિયારા, રસેશભાઈ મહેતા, રવિનભાઈ આશર, અબ્બાસભાઈ લાકડાવાલા, પ્રકાશભાઈ દોશી, પ્રેસિડેન્ટ બંસીબેન શેઠ તથા ઇન્ટરેક્ટ ક્લબના સભ્ય મંથન કનેટીયા, પ્રેસિડેન્ટ ઇબ્રાહિમ લાકડાવાલા, સેક્રેટરી મીત મહેતા તથા ઈબ્રાહીમ ભારમલએ સેવા આપી હતી.
