મોરબીના લાતી પ્લોટમાં જુગાર રમતા ૩ જુગારી ૧૩,૮૫૦ ની રોકડ સાથે ઝડપાયા
મોરબીના હરીપર (કે) ગામ પાસે કારખાનામાં વીજ શોર્ટ લગતા તરુણનું મોત
SHARE









મોરબીના હરીપર (કે) ગામ પાસે કારખાનામાં વીજ શોર્ટ લગતા તરુણનું મોત
મોરબી તાલુકાના હરીપર કેરાળા ગામ પાસે આવેલ કારખાનામાં કામગીરી દરમિયાન વીજ શોક લાગતા તરુણનું મોત નીપજયું હતું જેથી કરીને તેબી બોડીને પી.એમ. માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે અકસ્માત બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી તાલુકાના હરીપર કેરાળા ગામના પાટિયા પાસે આવેલ અર્જુન ઇન્ડસ્ટ્રીઝમાં રહેતો અને ત્યાં કામ કરતો કરણસીંહ હરીસીંહ રાજપુત (ઉ.૧૭)ને કોઈ કારણોસર કારખાનામાં વીજ શોટ લાગ્યો હતો જેથી કરીને તેનું મોત ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
