મોરબીના નવા ખારચીયા પાસે રિવર્સ આવતા ડમ્પરે યુવાનને હડફેટે લેતા ગુપ્ત ભાગ-શરીરે ઇજા: ગુનો નોંધાયો
મોરબીના લાતી પ્લોટમાં જુગાર રમતા ૩ જુગારી ૧૩,૮૫૦ ની રોકડ સાથે ઝડપાયા
SHARE









મોરબીના લાતી પ્લોટમાં જુગાર રમતા ૩ જુગારી ૧૩,૮૫૦ ની રોકડ સાથે ઝડપાયા
મોરબી શહેરના લાતી પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ત્રણ શખ્સો જુગાર રમતા મળ્યા હતા જેથી પોલીસે ૧૩૮૫૦ ની રોકડ કબ્જે કરીને જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના લાતી પ્લોટ વિસ્તારમાં શેરી નંબર ૨-૩ ની વચ્ચે જાહેરમાં જુગાર રમતા હોવાની એ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે રિયાઝભાઈ ઈકબાલશા શાહમદાર જાતે ફકીર (ઉંમર ૨૨) રહે જુના બસ સ્ટેન્ડ પાછળ મોરબી, સાદીકભાઈ અબ્દુલભાઈ સુમરા જાતે સંધિ (ઉંમર ૨૨) રહે મસ્જિદ વાળી શેરી વીસીપરા મોરબી તેમજ દિલીપભાઈ અમરશીભાઈ જાદવ (ઉંમર ૩૫) રહે સજનપર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને તેઓની પાસેથી પોલીસે ૧૩,૮૫૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે
એક બોટલ દારૂ
હળવદ તાલુકાના શક્તિનગર ગામ પાસે હાઈવે રોડ ઉપરથી પસાર થતા બે યુવાનને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ત્રણ સો રૂપિયાની કિંમતનો દારૂ અને વીસ હજાર રૂપિયાની કિંમતનો બાઈક આમ કુલ મળીને ૨૦,૩૦૦ રૂપિયાના મુદ્દામાલ સાથે મહાવીરસિંહ જોરૂભા મસાણી જાતે કારળીયા રજપુત (ઉ.૨૦) રહે રાજસીતાપુર તાલુકો ધ્રાંગધ્રા અને રૂત્વિકભાઇ દિલીપભાઇ મકવાણા જાતે કારડીયા રજપુત (ઉ.૨૧) રહે ઢુવા વાળાની ધરપકડ કરેલ છે
