લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્રારા માસ્ક વિતરણનો પ્રોજેકટ યોજાયો
મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા ગુજરાત ગૌણ સેવા પસંદગીની પરીક્ષા રદ થતાં કરાશે વિરોધ પ્રદર્શન
SHARE









મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા ગુજરાત ગૌણ સેવા પસંદગીની પરીક્ષા રદ થતાં કરાશે વિરોધ પ્રદર્શન
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ૧૩ ફેબ્રુઆરીને રવિવારે યોજાનાર બિન સચિવાલય કારકૂન અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની ભરતી માટેની પરીક્ષા રદ કરવામાં આવી છે જેથી કરીને ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે ત્યારે મોરબી જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ અલ્પેશ એચ. કોઠીયાએ જણાવ્યુ છે કે, શુક્રવારે સવારે ૧૦ વાગ્યે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સુપર માર્કેટ પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે
વધુમાં તેને જણાવ્યુ છે કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ૧૩ ફેબ્રુઆરીને રવિવારે યોજાનાર બિન સચિવાલય કારકૂન અને સચિવાલય ઓફિસ આસીસ્ટન્ટની ભરતી માટેની પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. વર્ષ ૨૦૧૮ માં યોજાનાર આ પરીક્ષા પેપર ફૂટી જવાના કારણે રદ કરવી પડી હતી અને ફરીથી પરીક્ષા યોજાવાની હતી પણ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર જાણે યુવાનોના રોજગારની વિરોધી સરકાર હોય એમ છેલ્લા ૭ વર્ષ માં ૯ થી વધારે વખત પરીક્ષાના પેપર લીક થયા છે અને પરીક્ષાઓ રદ થઈ છે બિન સચિવાલય કારકૂન અને સચિવાલય ઓફિસ આસીસ્ટન્ટની પરીક્ષા રદ થયા બાદ યુવાનો ફરીથીએ પરીક્ષાની તૈયારીમાં લાગ્યા હતા પરંતુ સરકારના અને ગૌણ સેવા પસંદગી મંડળના અણઘડ વહીવટને કારણે ફરીથી પરીક્ષા રદ કરી દેવામાં આવી છે જેથી પરીક્ષાની તૈયારી કરતા લાખો યુવાનો ફરી એક વાર નિરાશ અને હતાશ થયા છે. ગુજરાત યુવક કોંગ્રેસ અન્યાયનો ભોગ બનનાર યુવાનોના સમર્થનમાં છે અને યુવાનોને ન્યાય મળી રહે તે માટે કટિબદ્ધ છે અને પરીક્ષાઓ વહેલી તકે યોજવામાં નહીં આવે અને આવી ઘટનાઓ ફરી બનશે તો ગુજરાત યુવક કોંગ્રેસ છેક સુધી લડી લેવા તૈયાર છે.
