મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા ગુજરાત ગૌણ સેવા પસંદગીની પરીક્ષા રદ થતાં કરાશે વિરોધ પ્રદર્શન
મોરબીમાં મંત્રી બ્રિજેશભાઇને પ્રધાનમંત્રી આવાસ સોસાયટીના પશ્નોની રજુઆત કરાઇ
SHARE









મોરબીમાં મંત્રી બ્રિજેશભાઇને પ્રધાનમંત્રી આવાસ સોસાયટીના પશ્નોની રજુઆત કરાઇ
મોરબીના દલવાડી સર્કલથી પ્રધાનમંત્રી આવાસ સોસાયટી સુઘી સિમેન્ટ રોડ તેમજ સ્ટ્રીટ લાઇટ નથી તે સહિતના પ્રાથમિક પ્રશ્નો આજે સ્થાનિક લોકો દ્વારા રાજ્યના મંત્રી અને મોરબી માળીયાના ધારાસભ્યને લેખિતમા રજુઆત કરવામાં આવી છે
મોરબી માળીયાના ધારાસભ્ય અને પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજાને મોરબીની પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં રહેતા લોકો વતી પ્રમુખની આગેવાનીમાં સિમેન્ટ રોડ, સોસાયટીમાં લુખ્ખા તત્વોને ડામવા પોલીસ પેટ્રોલિંગ, સ્ટ્રીટ લાઇટ સહિતના પ્રશ્ને રજૂઆત કરવામાં આવી છે ત્યારે સર્કીટ હાઉસ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીના પ્રમુખ રાજુભાઈ ભંભાણી, ખજાનચી જનકભાઈ રાજા (પત્રકાર) સહિતના હાજર રહ્યા હતા અને મંત્રીએ પ્રશ્નોના નિવારણ તાત્કાલીક અને સમયસર કરવામાં આવે તે માટે કાર્યવાહી કરવા અધિકારીઓને જણાવ્યું હતું.
