મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના ચિત્રકૂટ ચોકમાં રહેતી પરિણીતાએ બાથરૂમમાં જાત જલાવી


SHARE

















મોરબીના ચિત્રકૂટ ચોકમાં રહેતી પરિણીતાએ બાથરૂમમાં જાત જલાવી, મહિલાને રાજકોટ સારવારમાં ખસેડાયા

મોરબીના શનાળા રોડ ઉપર જી.આઈ.ડી.સી પાસે આવેલ ચિત્રકૂટ ચોકના મંગલમૂર્તિ એપાર્ટમેન્ટમાં રહેતી પરિણીતાએ તેઓના ઘરે બાથરૂમમાં અગ્નિસ્નાન કરી લીધું હતું જેથી ગંભીર રીતે દાઝી ગયેલ મહિલાને પ્રથમ સારવાર માટે મોરબી આબે ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને ગંભીર રીતે દાઝી ગયેલા મહિલાની સારવાર હાલમાં રાજકોટ ચાલુ છે તેવું જાણવા મળેલ છે

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે શહેરના શનાળા રોડ ઉપર આવેલ ચિત્રકૂટ સોસાયટીના ચોકમાં મંગલમૂર્તિ એપાર્ટમેન્ટમાં રહેતા ભારતીબેન જયેશભાઈ પટેલ નામના ૩૭ વર્ષીય મહિલાતેના ઘરે એકલા હતા ત્યારે બાથરૂમમાં જવલંતશીલ પદાર્થ શરીરે છાંટીને અગ્નિસ્નાન કરી લીધું હતું જેથી તે ગંભીરપણે દાઝી ગયેલ હતી જેથી તેને મોરબીની હોસ્પિટલમાં  સારવાર માટે લઈને આવ્યા હતા અને મહિલા વધુ ગંભીર રીતે દાઝી ગયેલ હોવાથી તેને તાત્કાલિક રાજકોટ રિફાર કરવામાં આવેલ છે અને હાલ તેને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે વધુમાં સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ભારતીબેન ઘરે એકલા હતા ત્યારે તેને અગ્નિસ્નાન કરેલ છે અને તેઓ મૂળ તરઘડી ગામના વતની છે બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના એ.એમ. ઝાપડિયા આગળની તપાસ કરી રહ્યા છે.

અકસ્માતમાં ઈજા

ધાંગધ્રાના ગાજણ ગામના ભરતભાઈ મધુભાઈ ઇંદરિયા નામનો ૪૨ વર્ષીય યુવાન મોરબીના હળવદ તાલુકાના કેદારીયા ગામ પાસેથી પોતાનું બાઇક લઇને જતો હતો ત્યારે રસ્તામાં તેનું બાઇક સ્લીપ થઇ જતાં ઇજાગ્રસ્ત ભરતભાઈને હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવેલ છે જ્યારે મોરબીના માધાપર વિસ્તારમાં રહેતા ઓધવજીભાઈ પુંજાભાઈ કણજારીયા નામનો ૪૯ વર્ષીય યુવાન મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સાધના હોટલ પાસેથી જતો હતો ત્યારે બાઈક સ્લીપ થઇ જતાં ઇજાગ્રસ્ત ઓધવજીભાઈને પણ સારવાર માટે આયુષ હોસ્પિટલમાં ખસેડાયા હતા.




Latest News