મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

મોરબીમાં પિતાના અવસાન બાદ તેમણે લખેલ અધૂરું પુસ્તક અડધે રસ્તે અંધારું પૂરું કરીને પુત્રએ તેનું કર્યું વિમોચન


SHARE





મોરબીમાં પિતાના અવસાન બાદ તેમણે લખેલ અધૂરું પુસ્તક 'અડધે રસ્તે અંધારું' પૂરું કરીને પુત્રએ તેનું કર્યું વિમોચન

મૂળ ટંકારાના સજનપર ગામના રહેવાસી ડૉ. રાજેશ મકવાણા કે, જેઓ હાલ ગાંધીનગર ખાતે કેન્દ્રીય વિશ્વવિદ્યાલયમાં ગુજરાતી ભાષા-સાહિત્ય કેન્દ્રના પ્રોફેસર અને અધ્યક્ષની જવાબદારી સંભાળી રહ્યા છે. તેમની હેઠળ ૨૧ જેટલા વિદ્યાર્થીઓને પીએચ.ડી. ની ડિગ્રી મેળવી છે અને ડૉ.રાજેશ મકવાણાના પિતાજી સ્વ.જે.ટી.મકવાણા જેઓ એમ.એસ. દોશી હાઈસ્કૂલમાં શિક્ષક હતા. તેમનું ૩૪ વર્ષ જેટલી નાની ઉંમરે અકસ્માતમાં અવસાન થયું હતું અને તેઓએ લખેલું પુસ્તક તેઓના દીકરા ડૉ. રાજેશ મકવાણાએ સંપાદિત કરીને તેમની ૪૦મી પુણ્યતિથિએ મોરબીના ભડિયાદ રોડ પર આવેલ તથાગત બુદ્ધ કોમ્યુનિટી હોલખાતે મહાનુભાવોપરિવારજનો અને સગા સંબંધીઓની ઉપસ્થિતિમાં વિમોચન અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમની શરૂઆતમાં નિર્લોક પરમાર પ્રસ્તુત અને ચેતન દોશી અભિનીત 'રાષ્ટ્રપુરુષ ડૉ. આંબેડકરલઘુનાટક રજૂ થયું હતું. અને સંજુ વાળાડૉ. રતિલાલ રોહિતડૉ. જે. એમ. ચંદ્રાવાડિયા, ડૉ. સુનીલ જાદવ તેમજ મોરબી જિલ્લા શિક્ષણાધિકારી ભરત સોલંકી  તેમજ મોરબીના સાહિત્ય સર્જકો હાજર રહ્યા હતા ત્યારે સ્વ. જે.ટી. મકવાણાએ ડૉ. બાબાસાહેબના વિચારોથી પ્રભાવિત થઈને એમને સામાજિક જાગૃતિની જ્યોત પણ જગાડેલી અને લખવાનો શોખ હતો. ખાસ કરીને પોતાના વિચારો અને આત્મવૃત્તાંત તેઓ નિયમિત લખતા હતા.

જો કેખેદની વાત તો એ છે કે એમણે ફાઉન્ટન પેનથી લખેલું સાહિત્ય મોરબીની જળહોનારતમાં ગરકાવ થઈ ગયું. એમાંથી જે બચ્યું તે અને એમના પરિચયમાં આવેલા મિત્રોવિદ્યાર્થીઓ અને સગા સંબંધીઓના સંસ્મરણોનું સંપાદન કરીને પ્રા. ડૉ. રાજેશ મકવાણાએ 'અડધે રસ્તે અંધારુંપુસ્તક તૈયાર કરીને બહોળા લોકસમુદાયની હાજરીમાં લોકાર્પણ કરીને સ્વ. પિતાજીને પુણ્ય સ્મરણાંજલિ અર્પણ કરી હતી આ કાર્યક્રમનું સંચાલન આણંદ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ ડૉ. રાકેશ રાવત દ્વારા કરવામાં આવ્યું. અને આ પુસ્તક માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમજ રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરે પણ તેમને શુભેચ્છાઓ પાઠવી છે.




Latest News