મોરબીમાં નવરંગ નેચર કલબ દ્રારા રાહતદરે પ્રાકૃતિક વસ્તુઓનું વેચાણ કરાશે
મોરબીના જનતા ક્લાસીસના C.B.S.E. / G.S.E.B ના વિદ્યાર્થીઓ સી.એ. ફાઉન્ડેશન પ્રથમ પ્રયાસે પાસ કર્યું
SHARE









મોરબીના જનતા ક્લાસીસના C.B.S.E. / G.S.E.B ના વિદ્યાર્થીઓ સી.એ. ફાઉન્ડેશન પ્રથમ પ્રયાસે પાસ કર્યું
વર્ષ ૨૦૨૦-૨૧ ના 12th C.B.S.E. ના વિદ્યાર્થી ફુલતરીયા હર્ષ તથા 12th G.S.E.B. ના વિદ્યાર્થી સાયકલવાલા હુસૈન ની અનેરી સિધ્ધી
મોરબી શહેર મા શિક્ષણ ક્ષેત્રે ચાર દાયકા કરતા પણ વધુ સમયથી કાર્યરત પ્રવિણભાઈ કક્કડ તથા નિર્મિતભાઈ કક્કડ સંચાલીત જનતા ક્લાસીસ દ્વારા પ્રતિવર્ષ ઉચ્ચ પરિણામોની હારમાળા સર્જવામા આવે છે ત્યારે વર્ષ ૨૦૨૦-૨૧ ના Std. 12th C.B.S.E & G.S.E.B ના વિદ્યાર્થીઓ એ સી.એ. ફાઉન્ડેશનની પરિક્ષા પ્રથમ પ્રયત્ને પાસ કરી સમગ્ર મોરબીને ગૌરવ અપાવ્યુ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના ની મહામારી ના પગલે વર્ષ ૨૦૨૦-૨૧ મા વિદ્યાર્થીઓ ને બોર્ડ દ્વારા માસ પ્રમોશન આપવામા આવ્યુ હતુ, પરંતુ “સાચો હીરો પોતાનો ચળકાટ ગમુવતો નથી”એ કહેવત મોરબી જનતા ક્લાસીસ ના વિદ્યાર્થીઓએ સી.એ. ફાઉન્ડેશન પ્રથમ પ્રયત્ને પાસ કરી સાર્થક કરી છે. મોરબી જનતા ક્લાસીસ ના 12th C.B.S.E. ના વિદ્યાર્થી ફુલતરીયા હર્ષ રમેશભાઈ તથા G.S.E.B ના વિદ્યાર્થી સાયકલવાલા હુસૈન મુર્તુઝાભાઈ ની આ અનેરી સિધ્ધી બદલ ક્લાસીસ ના સંચાલક પ્રવિણભાઈ કક્કડ તથા નિર્મિતભાઈ કક્કડે શુભકામનાઓ સહ અભિનંદન પાઠવ્યા છે. મોરબી શહેર ના એવન્યુપાર્ક સ્થિત જનતા ક્લાસીસ ખાતે ધો.૧૧-૧૨ C.B.S.E. & G.S.E.B. (commerce), B.com., B.B.A., M.com. ના દરેક વિષયો નુ શિક્ષણ પ્રદાન કરવા મા આવે છે ત્યારે ફરી એક વખત ક્લાસીસ ના વિદ્યાર્થીઓ એ ઉચ્ચ પરિણામો ની પરંપરા જાળવી રાખી છે.
