હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી વાંકાનેરના દીધલીયા ગામે ગંગોત્રી સ્ટોન ખાતે રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે ખાટલા ઉપર સૂતેલા બાળકનું મોઢું ચિબી નાખતા મોત વાંકાનેરના કણકોટ ગામે આવેલ એલપીજી બોટલિંગ પ્લાન્ટના બે કર્મચારીઓએ 1.52 કરોડનો ગેસ બારોબાર વેચી નાખ્યો !
Breaking news
Morbi Today

મોરબીના પીપળી પાસે બાઈકને હડફેટ લઈને યુવાનનું મોત નીપજવનારા ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો


SHARE













 

મોરબીના પીપળી પાસે બાઈકને હડફેટ લઈને યુવાનનું મોત નીપજવનારા ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો

મોરબીના જેતપર રોડ ઉપર છાશવારે વાહન અકસ્માત થાય છે જેમાં નિર્દોષ લોકોના જીવ જાય છે તેવી જ રીતે મોરબીના જેતપર રોડ ઉપર પીપળી ગામના બસ સ્ટેશન પાસે ટ્રકના ચાલકે બાઇકને બે દિવસ પહેલા હડફેટે લીધું હતું જેથી કરીને જામનગરના રણજીતપર ગામના યુવાનનું મોત નિપજયું હતું આ બનાવમાં મૃતકના કૌટુંબિક ભાઈએ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મોરબીના જેતપર રોડ ઉપર પીપળી ગામના બસ સ્ટેશનની પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં બાઇક લઇને જઇ રહેલા જામનગર જિલ્લાના રણજીતપર ગામના ભરતભાઈ પીઠાભાઈ ગોરીયા નામના ૩૦ વર્ષીય યુવાનના બાઇકને અજાણ્યા ટ્રકના ચાલકે હડફેટે લીધું હતું જેથી ભરતભાઈ પીઠાભાઈ ગોરીયાને ગંભીર ઇજાઓ થયેલ હતી અને તેનું મોત નિપજયું હતું આ બનાવમાં હાલમાં મૃતકના કૌટુંબિક ભાઈ સુખદેવભાઇ આલાભાઇ માડમ જાતે આહીર (ઉ.૨૬) રહે. હાલ મધુસ્મૃતિ સોસાયટી મૂળ રહે નઘેડિ જામનગર વાળાએ અજાણ્યા આઇસર ચાલક જેના વાહનના નંબરની ખબર નથી તેની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News