મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

હળવદના મયૂરનગર ગામે પરિણીતાએ કરેલા આપઘાતના બનાવમાં પતિ-સસરાની ધરપકડ, સાસુની શોધખોળ


SHARE







હળવદના મયૂરનગર ગામે પરિણીતાએ કરેલા આપઘાતના બનાવમાં પતિ-સસરાની ધરપકડ, સાસુની શોધખોળ

 હળવદ તાલુકાના મયૂરનગર ગામે રહેતી પરિણીતાને તેના પતિ સહિતના સાસરિયાં દહેજ મુદે ત્રાસ આપતા હતા જેથી તે પરિણીતાએ પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કર્યો હતો આ બનાવમાં મૃતક પરિણીતાના પિતાએ તેના જમાઈ તેમજ વેવાઈ અને વેવાણ સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે મૃતકના પતિ અને સસરાની ધરપકડ કરેલ છે

દહેજના દાનવા લીધે ઘણી દીકરીઓનો ભાગ લેવાય છે આવી જ રીતે મોરબી જિલ્લાના હળવદ તાલુકાના મયૂરનગર ગામે એક પરિણીતાએ આપઘાત કર્યો હતો અને તા. ૭/૨ રોજ સરોજબેન નિકુલભાઇ નામની પરિણીતાએ પોતાના ઘરે પંખા સાથે ચૂંદડી બાંધીને ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને મૃતક પરિણીતાના પિતાએ તેના જમાઈ, વેવાઈ અને વેવાણ સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેની દીકરીને મારવા માટે મજબૂર કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હાલમાં મૃતક પરિણીતાના પતિ અને સસરાની ધરપકડ કરેલ છે

જે પરિણીતાએ આપઘાત કર્યો હતો તેના પિતા માવજીભાઈ મૂળજીભાઈ જાદવ જાતે દલવાડી (ઉંમર ૫૮) રહે નવા વેગડવાવ વાળાએ તેના જમાઈ નિકુલભાઇ હીરજીભાઈ, દિકરીના સાસુ વસંતાબેન હીરજીભાઈ અને સસરા હીરજીભાઈ અમરશીભાઈની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને લખાવ્યું હતું કે, તેની દીકરીને તેઓએ મારવા માટે મજબૂર કરી છે અને તેની દીકરી સાથે તેના પતિ અને સાસરિયા દ્વારા અવારનવાર ઝઘડા કરીને ગાળો આપવામાં આપતા હતા અને દહેજ બાબતે માનસિક ત્રાસ આપવામાં આવતો હતો જેથી તેની દીકરી સરોજબેને ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે અત્રે ઉલેખનીય છે કે, દહેજ ન લેવા માટે ઘણી જાહેરાતો કરવામાં આવે છે જો કે, આજની તારીખે પણ ઘણી દીકરીઓ દહેજના ખપ્પર માં હોમાઈ રહી છે હાલમાં મોરબી જિલ્લાના હળવદ તાલુકાના મયુરનાગર ગામે દહેજના લીધે દીકરીનો ભોગ લેવાયો છે ત્યારે આપઘાત કરનાર પરિણીતાના પતિ અને સસરાની પોલીસે ધરપકડ કરી છે અને તેની સાસુને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News