મોરબીના ઘૂંટુ, ભરતનગર અને વાંકાનેરમાં થયેલ બાઇક ચોરીમાં ત્રણ ઝડપાયા
મોરબીના ખાનપર ગામે આંચકીની બીમારીથી કંટાળીને યુવાને કર્યો આપઘાત
SHARE









મોરબીના ખાનપર ગામે આંચકીની બીમારીથી કંટાળીને યુવાને કર્યો આપઘાત
મોરબી તાલુકાના ખાનપર ગામે યુવાને પોતાના પડતર ઘરની અંદર ગળાફાંસો ખાઇને યુવાને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના કન્યા છાત્રાલય પાછળ પુનિત નગર દર્શન બંગ્લોઝમાં રહેતા મૂળ ખાનપરના રહેવાસી પાર્થભાઈ વસંતભાઈ અમૃતિયા જાતે પટેલ (૨૩)એ ખાનપર ગામે પોતાના પડતર ઘરે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી તેની બોડીને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને આ બનાવની યોગેશ ભીમજીભાઇ અમૃતિયાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી માટે પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની તપાસ કરતાં એએસઆઈ એએ.બી.વ્યાસ પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે આપઘાત કરી લેનાર પાર્થને વર્ષ ૨૦૧૩ થી આંચકીની બીમારી હતી અને જુદા જુદા ડોક્ટર પાસેથી તેની સારવાર કરાવી હતી તેમ છતાં પણ તેને કોઈ ફરક પડતો ન હતો અને આ બીમારીથી કંટાળીને તેણે ગળાફાંસો ખાઇને આપઘાત કર્યો હોય તેવું તેના પરિવારજનો પાસેથી જાણવા મળેલ છે.
