માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીના અમરાપર ગામે રીક્ષા પલ્ટી મારી જતા ત્રણને ઇજા


SHARE

















મોરબીના અમરાપર ગામે રીક્ષા પલ્ટી મારી જતા ત્રણને ઇજા

મોરબી તાલુકાના અમરાપર ગામે મોમાઈ માતાના મંદિર પાસે રિક્ષા પલ્ટી મારી જવાનો અકસ્માત બનાવ બન્યો હતો જે બનાવમાં ઇજાઓ થવાથી દિનેશ નરસીભાઈ સાવરીયા રહે.જવાહર સોસાયટી ભડીયાદ રોડ, જીગ્નેશ હરજીવન સાવરીયા (૨૮) અને નિર્મળાબેન વિનોદભાઈ સાવરીયા (૨૬) ને ઈજાઓ થઈ હતી જેથી તેઓને સારવાર માટે અહીંની આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.પોલીસે બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.જ્યારે વાંકાનેર તાલુકામાં આવેલા ઢુવામાં સદભાવ સીરામીક નજીક થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી શશી શીવકુમાર યાદવ નામના ૩૫ વર્ષીય યુવાનને સારવાર માટે મોરબી સિવિલે લાવવામાં આવ્યો હતો જેથી મોરબી એ ડીવીઝન પોલીસે પ્રાથમિક તપાસ કરીને બનાવ સંદર્ભે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી.

બાળક સારવારમાં

ધ્રાંગધ્રાના કોંઢ ગામે રહેતો જયદીપસિંહ ખુમાણસિંહ ચૌહાણ નામનો ૧૨ વર્ષીય બાળક પોતાના કાકાની સાથે બાઈકમાં જતો હતો ત્યારે કોંઢ ગામે એસાર પંપ નજીક તેઓનું બાઇક સ્લીપ થઇ જતાં જયદીપસિંહ પડી જતા તેને સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવેલ જે અંગે પ્રાથમિક તપાસ કરીને મોરબી પોલીસે ધાંગધ્રા પોલીસને બનાવની જાણ કરી હતી. જ્યારે માળીયા મિંયાણામાં જુલેખાપીરની દરગાહ નજીક રહેતો અસગરઅલી જાકબભાઇ જેડા નામનો ૨૦ વર્ષીય યુવાન બાઈકમાં જતો હતો ત્યારે બાઇક સ્લીપ થઇ જતાં ઈજાગ્રસ્ત અસગરઅલીને મોરબી સિવિલે સારવારમાં લાવવામાં આવ્યો હતો.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના સામાકાંઠે ભીમસરમાં રહેતા ધમુબેન કિશનભાઇ નામની ૨૮ વર્ષીય મહિલા શહેરના સામાકાંઠે માળીયા ફાટક પાસેથી રેકડી લઈને જતા હતા ત્યારે અજાણ્યા બાઇક ચાલકે તેમને હડફેટે લેતા ઇજા થવાથી ધમુબેનને સારવારમાં ખસેડાયા હતા.જ્યારે મોરબીના સામાકાંઠે ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતો મુકેશ બટુકભાઈ મકવાણા નામનો ૩૮ વર્ષીય યુવાન સામાકાંઠે વેજીટેબલ રોડ અને ધરમપુર વચ્ચેથી બાઈક લઈને જતો હતો તે દરમિયાનમાં બાઇક સ્લીપ થતાં ઇજાગ્રસ્ત મુકેશ મકવાણાને અહીંની આયુષ હોસ્પિટલે ખસેડાયો હતો.તેમજ મોરબીના હળવદ હાઈવે ઉપર ઉંચી-નીચી માંડલ વચ્ચેથી બાઈક સ્લીપ થવાના બનેલ અકસ્માતના બનાવમાં ઇજાઓ થવાથી વિશાલ પ્રવીણ એરવાડીયા (૩૦) રહે.ઉમા રેસીડેન્સી ઘુંટુ રોડ મોરબી-૨ વાળાને ઇજાઓ થતાં તેને પણ સારવારમાં લેવામાં આવ્યો હતો.




Latest News