મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ની તાલુકા અને ઝોન કક્ષાની સ્પર્ધાઓની તારીખો જાહેર કરાઇ
Breaking news
Morbi Today

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપનારા બે શખ્સની ધરપકડ 


SHARE







મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપનારા બે શખ્સની ધરપકડ 

મોરબીના વિસીપરા વિસ્તારમાં રહેતા યુવાનને બે શખ્સોએ માર માર્યો હતો અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરેલ છે

 જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના અમરેલી રોડ ઉપર આવેલ ગુલાબનગરમાં રહેતા સાગર ચતુરભાઈ દારોદરા જાતે કોળી (ઉંમર ૨૨) નામના યુવાનને કિશનભાઇ જેસંગભાઇ કોળી તથા તેના પિતા જેસંભાઈ ખીમાભાઈ કોળીએ માર માર્યો હતો અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા સાગરભાઇ દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે તે આરોપી જેસંગભાઈ ખીમાભાઈ કોળીના ભાઈની દીકરીના પરિચયમાં હોય તે બાબતે તેને ગાળો આપવામાં આવી હતી અને કિશનભાઇએ તેને નળિયાના છુટા ઘા મારીને પગમાં ઇજા કરી હતી અને કપાળમાં પણ ઈજા કરી હતી તો જેસંગભાઈએ કુહાડી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી યુવાનને ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે કિશનભાઇ જેસંગભાઇ કોળી (૨૧) તથા તેના પિતા જેસંભાઈ ખીમાભાઈ કોળી (૪૭) રહે, ગુલાબનગર મોરબી વાળાની ધરપકડ કરેલ છે




Latest News