માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસે રસ્તો ઓળંગતા વૃદ્ધાને બાઈકચાલકે હડફેટે લેતાં સારવારમાં


SHARE

















મોરબીના લાલપર પાસે રસ્તો ઓળંગતા વૃદ્ધાને બાઈકચાલકે હડફેટે લેતાં સારવારમાં

મોરબીના સામાકાંઠે રહેતા વૃદ્ધા લાલપર નજીક પગપાળા રસ્તો ઓળંગતા હતા ત્યારે ચાલકે તેમને હડફેટે લેતા ઈજાગ્રસ્ત વૃદ્ધાને સારવારમાં ખસેડાયા હતા જે અંગે તેમના પુત્રએ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે 

મોરબી તાલુકા પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોરબીના સામાકાંઠે ત્રાજપર નજીક આવેલા યોગીનગર વિસ્તારમાં રહેતા મુક્તાબેન નરસીભાઇ લખતરીયા જાતે વાણંદ નામના ૮૦ વર્ષીય વૃદ્ધા લાલપર રોડ ઉપર હતા ત્યાં શ્યામ હોટલ નજીક રસ્તો ઓળંગતા હતા ત્યારે તેમને બાઈક નંબર જીજે ૩ આરઆર ૩૧૩૩ ના ચાલકે હડફેટે લીધા હતા જેથી કરીને હાથે-પગે ફેકચર જેવી ઇજાઓ થવાથી ઇજાગ્રસ્ત મુક્તાબેનને પ્રથમ સિવિલ હોસ્પિટલે અને બાદમાં ત્યાંથી વધુ સારવાર માટે અહીંની આયુષ હોસ્પિટલે લઈ જવાયા હતા.અકસ્માત બનાવ સંદર્ભે મુક્તાબેનના પુત્ર ભાવેશ નરસીભાઈ લખતરીયા (૫૦) રહે.યોગીનગર મોરબી વાળાએ ઉપરોક્ત નંબરના મોટરસાયકલ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા હાલમાં તાલુકા પોલીસ મથકના જે.જે.ડાંગરે તપાસ હાથ ધરી છે. જ્યારે મોરબીના લાલપર નજીક જ બાઈક સ્લીપ થઈ જવાના બનાવમાં જાદવજીભાઈ નાગરભાઈ દેત્રોજા (ઉમર ૪૦) રહે.મહાવીર સોસાયટી વૃષભનગર પાસે મોરબી-૨ ને ઇજાઓ થતાં તેમને સારવાર માટે ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા બંને બનાવો સંદર્ભે તાલુકા પોલીસ મથકના જે.જે ડાંગર તપાસ ચલાવી રહ્યા છે.

વૃદ્ધા- યુવાન સારવારમાં

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ પાવઠાની વાડી વિસ્તારમાં રહેતા જાનુબેન ધનજીભાઈ ડાભી નામના ૬૮ વર્ષની વૃદ્ધા શનાળા રોડ ઉપર સમયના ગેટ નજીકથી બાઇકના પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે બાઇકમાંથી પડી જતાં ઈજાગ્રસ્ત થયેલા જાનુબેન ડાભીને સારવાર માટે મધુરમ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના વાવડી રોડ ઉપર રહેતા તુલસીરામ રામબુનારામ ગુપ્તા નામનો ૨૮ વર્ષીય યુવાન રવાપર રોડ ઉપરથી બાઈકમાં જતો હતો ત્યારે બાઇકમાંથી પડી જતાં ઇજાગ્રસ્ત તુલસીરામને અત્રેની સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો.જ્યારે મોરબીમાં વાવડી રોડ ઉપર રહેતા સોહીલ ફારૂકભાઇ માડકીયા નામના ૩૪ વર્ષીય યુવાનને ઘરે કબાટમાં હાથ આવી જતા ઈજાગ્રસ્ત થતા તેને પણ સારવાર માટે સિવિલે લવાયો હતો.

યુવતી સારવારમાં

મોરબીના સામાકાંઠે આવેલ મહેન્દ્રનગર ચોકડી નજીક રહેતી પ્રિયાબેન ગુલાબરાય માંજી નામની ૨૩ વર્ષીય યુવતીને ગત મોડી રાત્રિના અઢી વાગ્યાના અરસામાં કેનાલ રોડ શ્રીજી સ્ટીલ પાસે મારામારીના બનાવમાં ઇજાઓ થતાં સારવારમાં સિવિલે ખસેડાઇ હતી.જ્યારે રાજકોટના રેલનગર વિસ્તારમાં રહેતો મુકેશ બાબુભાઇ કામડીયા નામનો ૩૮ વર્ષીય યુવાન નખત્રાણા નજીક માંકડ મારવાની દવા પી જતા તેને ભુજની અદાણી હોસ્પિટલે પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે અહીંની સિવિલમાં લાવવામાં આવ્યો હતો.




Latest News