રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો વાંકાનેરની ચોટીલા બાઉન્ડ્રી રાજકોટ હાઇવે મોમાઈ હોટલ પાસેથી અજાણ્યા આધેડની લાશ મળી, વાલી વારસની શોધખોળ મોરબી એલસીબીની ટીમે રિક્ષામાં બેઠેલા મુસાફરો પાસેથી રોકડ-દાગીનાની ચોરી કરતી હરીયાણાની ટોળકી દબોચી મોરબીના પોલો સર્કલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બીજા યુવાનનું પણ મોત ભારે કરી: મોરબીમાં અકાળે પ્રેમ પાંગરતા ઘરેથી ભાગી ગયેલ પરિણીતાએ તેના બનેવી સાથે કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈએ યુવાને કર્યો આપઘાત મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં પતિ-દિયરની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈના ઘરે વધુ એક ઘડિયા લગ્ન સંપન્ન


SHARE







મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈના ઘરે વધુ એક ઘડિયા લગ્ન સંપન્ન

પાટીદાર સમાજના આગેવાનો દ્વારા શરુ કરાયેલ ઘડિયા લગ્નની પહેલને હવે ધીમે ધીમે સફળતા મળી રહી છે અને અન્ય સમાજના લોકો પણ તેમાં જોડાઈ રહ્યા છે. આ પહેલને વધુ આવકાર મળે તે માટે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ પણ પોતાનું યોગદાન આપી સર્વ સમાજ માટે અનોખી પહેલ કરી હતી અને દરેક સમાજના લોકો ઘડિયા લગ્નમાં જોડાય તે માટે પોતાના ઉમા ટાઉનશીપ ખાતે આવેલા તેમના બંગલા બહાર પ્લોટમાં મંડપ લગાવી રાખ્યો છે તેમજ વર અને કન્યા બન્નેને પક્ષના મહેમાનોને લગ્ન સમયના જમણવારનો ખર્ચ પણ તેમણે ઉઠાવવાનું બીડું ઝડપ્યું છે ત્યારે અલગ અલગ સમાજના લોકો આ ઘડિયા લગ્નમાં જોડાય છે. ત્યારે આજે ક્રિષ્ના બેન ભગવાનજીભાઈ સધરકીયા અને ધવલ કુમાર શાંતિલાલ સીરજાના ઘડિયા લગ્ન યોજાયા હતા ત્યારે નગરપાલિકાના પૂર્વ ચેરમેન અમિતભાઈ ગામી, મોરબી શહેર ભાજપ મહામંત્રી રિશીપભાઈ કૈલા, પાલિકાના પૂર્વ પ્રમુખ કેતનભાઇ વિલરપરા સહિતના હાજર રહ્યા હતા






Latest News