મોરબીના લીલાપર ગામે દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા
Breaking news
Morbi Today

મોરબીના પાંચેય તાલુકામાં લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબાગ દ્વારા બે દિવસીય ટીચર્સ ટ્રેનિંગ કેમ્પનું આયોજન


SHARE







મોરબીના પાંચેય તાલુકામાં લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબાગ દ્વારા બે દિવસીય ટીચર્સ ટ્રેનિંગ કેમ્પનું આયોજન

મોરબીની દોશી એન્ડ ડાભી સ્કૂલ ખાતે રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજા તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી સોલંકીની હાજરીમાં મોરબી જિલ્લાના સરકારી શિક્ષકો માટે ટીચર્સ ટ્રેનીંગ વર્કસોપનું આયોજન કરાયુ હતુ.

લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા મોરબીની અલગ અલગ શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષકો માટે બે દિવસીય તાલીમ યોજવામાં આવી રહી છે.આ તાલીમનો લાભ સરકારી શાળાના શિક્ષકોને મળે તેમજ સરકારી શાળાના બાળકો સુધી આ પ્રોજેક્ટ પહોંચે તે હેતુસર મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં એક સાથે પાંચ વર્કશોપનું આયોજન ક્લબ દ્વારા કરવામાં આવ્યું હતુ.જેમાં તા.૧૮ અને ૧૯ ફેબ્રુઆરીના મોરબી, હળવદ, ટંકારા ખાતે તેમજ તા.૨૧ અને ૨૨ ફેબ્રુઆરીના માળીયા અને વાકાનેર તાલુકામાં શીબીર યોજાશે.મોરબી તાલુકાની દોશી એન્ડ ડાભી સ્કૂલ ખાતે શીબીરનો ઉદઘાટન સમારોહ યોજાયો હતો જેમાં રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજા, જિલ્લા શિક્ષણ અધિકારી બી.એમ.સોલંકી, જયરાજસિંહ જાડેજા(નગરપાલિકા ઉપપ્રમુખ), બી.એલ.ભાલોડિયા (AEI), પ્રમુખ અનિલભાઈ મેહતા, પ્રિન્સીપાલ વેકરીયા, તુષાર દફતરી, ડૉ.પ્રેયસ પંડ્યા(ક્લબ પ્રેસિડેન્ટ) વિગેરે મહાનુભાવોએ હાજરી આપી હતી.અત્રે નોંધનીય છે કે આવા બે દિવસના એક વર્કશોપ પાછળ લાયન્સ કલબના મેમ્બર્સ તન, મન અને ધનથી કાર્ય કરી રહ્યા છે.ઉપરોક્ત વર્કશોપમાં બન્ને દિવસનો સમય સવારે ૯ થી સાંજના ૫ સુધીનો રહેશે જે માટે બપોરના જમવાની વ્યવ્શ્થા પણ લાયન્સ ક્લબ દ્વારા કરવામાં આવી રહી છે.આ ટ્રેનિંગ માટે ઇન્ટરનેશનલ ટ્રેનર એવા બરોડાથી રેખા શાહ મોરબીમાં, અમદાવાદથી પ્રીતિ ઝવેરી ટંકારામાં તેમજ અમદાવાદથી જ યોગેશ પોટા હળવદમાં સેવા આપી રહ્યા છે.

 






Latest News