મોરબીના લીલાપર ગામે દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં નવજીવન વિધાલય અને ન્યુ એરા પબ્લિક સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભનો કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીમાં નવજીવન વિધાલય અને ન્યુ એરા પબ્લિક સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભનો કાર્યક્રમ યોજાયો

ગુજરાત રાજ્ય રમત ગમત, યુવા અને સાંસ્ક્રુતિક પ્રવુતિઓ વિભાગ- ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરીટી દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રમત-ગમત યુવા અને સાંસ્ક્રુતિક પ્રવુતિઓના મંત્રિ હર્ષભાઈ સંઘવી તથા અન્ય વરીષ્ડ પદાધિકારીઓ અને અધિકારીઓ તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રતિભાવંત ખેલાડીઓની ઉપસ્થિતિ માં અમદાવાદ ખાતેથી રાજ્યકક્ષાના ૧૦ માં ખેલમહાકુંભ કર્ટેન રેઈઝર પાર્ટલ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ગુજરાતના દરેક જિલ્લા તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ આ કાર્યક્રમના કરાયેલ જીવંત પ્રસારણ અંતર્ગત મોરબી જીલ્લા કક્ષાનો કાર્યક્રમ નવજીવન વિધાલય અને ન્યુ એરા પબ્લિક સ્કૂલ (District level sports school) મોરબી ખાતે જિલ્લા કલેક્ટર જે.બી.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પી.જે.ભગદેવ, પાલિકા પ્રમુખ શ્રીમતી કુસુમબેન પરમાર, જિલ્લા શિક્ષણધિકારી બી.એમ.સોલંકી, મામલતદાર ડી.જે.જાડેજા, મોરબી જિલ્લાના સિનિયર કોચ રવિભાઈ ચૌહાણ, જિલ્લા રમત ગમત અધિકારી શ્રીમતી પ્રવિણાબેન, તેમજ નવજીવન વિધાલય ન્યુ એરા પબ્લિક સ્કૂલના મેનેજિગ ડાયરેક્ટર ડી.બી.પાડલિયા તેમજ કોચ, ટ્રેનર અને ખેલાડીઓની હાજરીમાં જિલ્લા કક્ષાએ કાર્યક્રમ યોજાયો હતો






Latest News