મોરબીના લીલાપર ગામે દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં યોજાનાર રાજ્યકક્ષાના ગરીબ કલ્યાણ મેળાની તૈયારીના ભાગરૂપે કલેક્ટરની અધ્યક્ષથામાં બેઠક મળી


SHARE







મોરબીમાં યોજાનાર રાજ્યકક્ષાના ગરીબ કલ્યાણ મેળાની તૈયારીના ભાગરૂપે કલેક્ટરની અધ્યક્ષથામાં બેઠક મળી

આગામી ૨૫મી ફેબ્રુઆરીના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ગરીમામય ઉપસ્થિતિમાં મોરબી ખાતે ગરીબ કલ્યાણ મેળો યોજાનાર છે ત્યારે આ ગરીબ કલ્યાણ મેળાની પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર જે.બી. પટેલના અધ્યક્ષસ્થાને તેમજ જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવની વિશેષ ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગત શુક્રવારે કલેક્ટર કચેરીના સભા ખંડમાં યોજાયેલ બેઠકમાં સંબંધિત તમામ વિભાગોના અધિકારીઓશ્રી દ્વારા લગત યોજનાઓના લાભાર્થીઓની ડેટા એન્ટ્રી બાબતે ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટર જે.બી. પટેલે તમામ અધિકારીઓને સમયમર્યાદામાં લાભાર્થીઓની ડેટા એન્ટ્રી બદલ અભિનંદન પાઠવી આગામી સમયમાં લાભાર્થીઓને તેમના લાભો હાથો-હાથ પહોંચાડવાની કામગીરી પણ સુપેરે નિભાવવા યોગ્ય આયોજન કરવા દિશા-નિર્દેશ આપ્યા હતા.

આ ઉપરાંત બેઠકમાં ગરીબ કલ્યાણ મેળાના આયોજન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. મોરબી ખાતે યોજાનાર રાજ્ય કક્ષાના ગરીબ કલ્યાણ મેળાના આયોજન અંતર્ગત બેઠકમાં ડાયસ પ્લાન, લાભાર્થીઓની યોગ્ય ડેટા એન્ટ્રી, કીટ વિતરણ વ્યવસ્થા, સ્ટેજ પરના લાભાર્થીઓ, ઇ-લોકાર્પણ, ઇ-ખાતમૂહુર્ત, સ્ટાફ ડ્યુટી, પાસની વ્યવસ્થા, પીવાનું પાણી, લાભાર્થીઓને લાવવા-લઇ જવાની વ્યવસ્થા, ફૂડ પેકેટ, સાંસ્કૃતિક કાર્યક્રમો, બેઠક વ્યવસ્થા સહિતની તમામ બાબતો અંગે ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક મીતાબેન જોષી, મોરબી, વાકાંનેર અને હળવદ પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, જિલ્લા કક્ષાની વિવિધ કચેરીઓના વડા તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News