મોરબીના લીલાપર ગામે દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા
Breaking news
Morbi Today

મોરબીના કુબેરનગર પાસેથી ૪૮ બોટલ દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો


SHARE







મોરબીના કુબેરનગર પાસેથી ૪૮ બોટલ દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો

મોરબીના નવલખી રોડ ઉપર કુબેરનગરના ગેટ પાસેથી પસાર થતી કારને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે તે કારમાંથી ૪૮ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે દારૂ અને કાર બળીને ૧.૧૮ લાખના મુદામાલ સાથે એક એક શખ્સની ધરપકડ કરે છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ કુબેરનગરના ગેટ પાસેથી પસાર થતી અલ્ટો કાર નંબર જીજે ૩ એચઆર ૩૪૩૦ ને રોકી ને પોલીસે ચેક કરતા તે કારમાંથી દારૂની ૪૮ બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૧૮ હજાર રૂપિયાની કિંમતનો દારૂ તેમજ એક લાખ રૂપિયાની કિંમતની કાર આમ કુલ મળીને ૧.૧૮ લાખના મુદ્દામાલ સાથે રાહુલભાઈ પ્રભાતભાઈ ચાવડા (ઉંમર ૨૮) રહે. નવલખી રોડ યમુના નગર શેરી નંબર-૫ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસે રહેલ દારૂની બોટલો તેની પાસે ક્યાંથી આવી હતી તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે






Latest News