મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

હળવદમાં મોબાઇલની દુકાનમાંથી ફોનની ચોરી કરવાના ગુના વધુ એક આરોપી પકડાયો


SHARE









હળવદમાં મોબાઇલની દુકાનમાંથી ફોનની ચોરી કરવાના ગુના વધુ એક આરોપી પકડાયો

હળવદ શહેરમાં આવેલ મોબાઇલની દુકાનને નિશાન બનાવીને અગાઉ મોબાઈલ ફોનની ચોરી કરવામાં આવી હતી જે ગુનામાં આરોપીને પકડવામાં આવ્યા હતા અને હાલમાં આ ગેંગના વધુ એક આરોપીને એસઓજીની ટીમ દ્વારા કરવામાં આવેલ છે અને આરોપીને હળવદ પોલીસ હવાલે કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લાના હળવદમાં વર્ષ ૨૦૨૧ માં મોગલ મોબાઇલની દુકાનમાં ચોરી કરવામાં આવી હતી અને ત્રણ શખ્સો દ્વારા દુકાનમાંથી કુલ મળીને ૨૧ જેટલા મોબાઇલ ફોનની ચોરી કરવામાં આવી હતી આ ગુનામાં અગાઉ બે આરોપીઓને મોરબી જિલ્લા એલસીબીની ટીમ દ્વારા પકડવામાં આવ્યા હતા જોકે એક આરોપીને પકડવાનો બાકી હતો તેની શોધખોળ ચાલી રહી હતી તેવામાં મોરબી જિલ્લા એસ.ઓ.જી.ના મહાવીરસિંહ પરમાર અને મુકેશભાઈ જોગરાજીયાને મળેલી બાતમીના આધારે તેઓએ હાલમાં હળવદની સરા ચોકડી પાસેથી માલજી ઉર્ફે માલો કરમશીભાઈ વઢીયારા જાતે દેવીપુજક (ઉંમર ૨૭) રહે. સુરેન્દ્રનગર મુળી રોડ વાળાની ધરપકડ કરેલ છે

ગુમ થનાર મહીલાને શોધી કાઢી 

મોરબી એલ.સી.બી.ના પીએસઆઈ એન.એચ.ચુડાસમા તથા સ્ટાફના માણસો કાર્યવાહી કરી રહ્યા હતા ત્યારે એ.એસ.આઇ. સંજયભાઇ પટેલ તથા રજનીકાંત કૈલાને હકીકત મળી હતી કે, મહીસાગર જિલ્લાના બાલાસીનોર વિસ્તારમાંથી ગુમ થનાર મહીલા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા તાલુકાના સમલાસર ગામ વિસ્તારમાં છે જેથી જયેશભાઇ વાઘેલાને સાથે રાખીને પોલીસ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તપાસ માટે ગઈ હતી અને ગુમ થનાર કોમલબેન મહેન્દ્રભાઇ વણકર (ઉ.૧૯) રહે. દોલતપોરડા જિલ્લો મહીસાગર વાળી મળી આવી હતી જેથી મહીલાને મહીસાગર જિલ્લાના બાલાસીનોર પોલીસને હવાલે કરેલ છે 




Latest News