મોરબીના લીલાપર ગામે દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં વિચરતી વિમુખ જાતિના ૩૦૦ પરિવારોને ૧૦૦ વરિયા પ્લોટની કરાઇ ફાળવણી


SHARE







મોરબી જિલ્લામાં વિચરતી વિમુખ જાતિના ૩૦૦ પરિવારોને ૧૦૦ વરિયા પ્લોટની કરાઇ ફાળવણી

મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં રહેતા વિચરતી વિમુ જાતિના લોકોને સ્થાયી જીવન જીવતા નથી માટે તેઓને સ્થાયી જીવન માટે સરકારની યોજના અંતર્ગત પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી અને આગામી સમયમાં તે લોકો પોતાના પ્લોટ ઉપર સરકારી યોજના હેઠળ બાંધકામ કરી શકે તેની પણ વ્યવસ્થા તેઓની સંસ્થા અને સરકારી અધિકારીઓ દ્વારા કરવામાં આવશે

સમગ્ર રાજ્યભરની અંદર વિચારતી વિમુ જાતિના લોકો રખડતું ભટકતું જીવન જીવતા હોય છે અને જ્યાં તેઓને રોજગાર મળે તે જગ્યા ઉપર તેવો સ્થાયી થાય છે પરંતુ આ પરિવારો પણ એક ચોક્કસ જગ્યાએ સ્થાયી જીવન જીવે તે માટે તેને સરકાર દ્વારા આ પરિવારોને પ્લોટની ફાળવણી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે મોરબી જિલ્લાની અંદર પણ વિચારતી વિમુજાતિના લોકોને પ્લોટની ફાળવણી કરવા માટે થઈને છેલ્લા ઘણા સમયથી વિચારતા સમુદાય સમર્થન મંચ દ્વારા રજુઆત અને માગણી કરવામાં આવી રહી હતી જેને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં કુલ મળીને ૩૦૦ જેટલા પરિવારોને સરકારી યોજના અંતર્ગત પ્લોટની ફાળવણી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે મોરબી તાલુકાના જાંબુડિયા ગામ પાસે સરકારી ખરાબાની જગ્યામાં મળીને ૧૨૪ જેટલા વિચરતી વિમુજાતિના પરિવારોને ૧૦૦ વરિયા પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી અને આગામી સમયમાં સરકારની યોજનાનો લાભ લઈને તે લોકો પોતાના પ્લોટ પર મકાનનું બાંધકામ કરી શકે તેવી વ્યવસ્થા પણ સરકારી અધિકારી અને વિચારતા સમુદાય સમર્થન મંચ સંસ્થા દ્વારા કરવામાં આવશે






Latest News