મોરબી : આવતી કાલે ૫૦ થી વધુ લેખક-કવિઓના પુસ્તકોનો એકીસાથે યોજાશે વિમોચન સમારોહ
મોરબીના સોનેટ સીરામીકમાંથી ત્રણેક માસ પહેલા બાળાનું અપહરણ કરી ભગાડી જનાર આરોપી પકડાયો
SHARE
મોરબીના સોનેટ સીરામીકમાંથી ત્રણેક માસ પહેલા બાળાનું અપહરણ કરી ભગાડી જનાર આરોપી પકડાયો
મોરબીમાંથી ગુમ કે અપહરણ થયેલ સગીરવયના બાળકોને શોધી કાઢવા સુચના હોય એલસીબીનો સ્ટાફ પ્રયત્નસીલ હતો તે દરમ્યાનમાં સંજયભાઇ પટેલ તથા રજનીકાંત કૈલાને મળેલ હકીકત આધારે રેડ કરીને મોરબી સીટી બી ડીવીજને નોંધાયેલ કલમ ૩૬૩, ૩૬૬ (અપહરણ) તથા પોકસો એકટ કલમ-૧૮ ના આરોપીને ભોગ બનેલ સગીરા સાથે પકડી પાડવામાં આવ્યો હતો.
સગીરાનું અપહરણ કરીને લઇ ગયેલ આરોપી તથા ભોગ બનનાર બન્ને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા તાલુકાના સમલાસર ગામ વિસ્તારમાં હોવાની હકિકત મળી હતી જે હકિકત આધારે એલસીબી પોલીસ ટીમે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તપાસ કરતા રોહીતસિંહ ઉર્ફે રાહુલ ઉર્ફે જયદિપ રમેશસિંહ ચૌહાણ જાતે ઠાકોર (ઉ.વ.૨૦) રહે.નાની ઇન્દ્રાણ તા.બાયડ જી.અરવલ્લી હાલ રહે.સમલાસર તા.ઓખા જી.દેવભૂમિ દ્વારકાવાળો તથા ભોગ બનનાર બાળા બન્ને મળી આવતા બન્નેને હસ્તગત કરીને આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી બી ડીવીજન પોલીસ હવાલે કરાતા પીઆઇ દેકાવાડીયા દ્રારા આરોપી રોહીત રમેશ ઠાકોરની ઉપરોકત ગુનામાં ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ કરવામાં આવેલ છે.