મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના ટિંબડી પાસેથી દારૂ ભરેલી કાર સાથે બે પકડાયા, મહિલા બુટલેગર સહિત બેની શોધખોળ


SHARE

















મોરબીના ટિંબડી પાસેથી દારૂ ભરેલી કાર સાથે બે પકડાયા, મહિલા બુટલેગર સહિત બેની શોધખોળ

મોરબી માળીયા હાઈવે ઉપર આવેલ ટિંબડી ગામના પાટિયા પાસેથી પસાર થતી ઇકો કારને રોકીને પોલીસે ચેક કરતા તે કારમાંથી બે શખ્સો ૪૦૦ લીટર દેશી દારૂના જથ્થા સાથે ઝડપાઇ ગયા હતા માટે હાલમાં પોલીસે દારૂનો જથ્થો ભરી આપનાર અને મોરબીની મહિલા બુટલેગર સહિત ચાર શખ્સોની સામે ગુનો નોંધવામાં આવેલ છે અને બે આરોપીને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી માળીયા હાઈવે ઉપર આવેલ ટિંબડી ગામના પાટિયા પાસેથી ઇકો કાર નંબર જીજે ૧૦ એફ ૫૯૯૪ પસાર થતી હતી ત્યારે તે કારને રોકીને પોલીસ ચેક કરતા તેમાંથી ૪૦૦ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે આઠ હજાર રૂપિયાની કિંમતનો દારૃ અને દોઢ લાખની કિંમતની કાર આમ કુલ મળીને ૧.૫૮ લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ઈશા કાળુભાઈ સંવાણી (ઉંમર ૨૦)રહે. માળીયામીયાણા વાડ વિસ્તાર કાજરડા રોડ તેમજ સાઉદી હબીબભાઇ કટિયા (ઉમર ૨૧) રહે.  માળીયામીયાણા વાળાની ધરપકડ કરેલ છે અને તેની કારની અંદર દારૂ ભરી આપનાર સુલતાન ઉર્ફે ટાપુસા રસુલભાઇ કટિયા રહે. માળીયામીયાણા અને આ દારૂનો જથ્થો મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ માળીયા વનાળિયા સોસાયટીમાં રહેતી મહિલા બુટલેગર સોનલબેન ઉર્ફે સોનકી અબ્બાસભાઈ કટિયાને આપવાનો હોય તે બંનેની સામે પણ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ છે આમ દારૂના ગુનામાં બે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને મહિલા બુટલેગર સહિત બે આરોપીને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે




Latest News