મોરબીના ટિંબડી પાસેથી દારૂ ભરેલી કાર સાથે બે પકડાયા, મહિલા બુટલેગર સહિત બેની શોધખોળ
મોરબીમાં આવતા મુખ્યમંત્રીનું કાળા વાવટા-આચાર્યજનક કાર્યક્રમ સાથે કરાશે સ્વાગત
SHARE









મોરબીમાં આવતા મુખ્યમંત્રીનું કાળા વાવટા-આચાર્યજનક કાર્યક્રમ સાથે કરાશે સ્વાગત
ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખાડે ગયેલ છે અને પોલીસ વિભાગ હવાલા કાંડ કરવામાં મશગુલ છે અને ભાજપ શાસિત મોરબી નગરપાલિકા પ્રજાને પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ ગયેલ છે ત્યારે મોરબીમાં ગરીબ કલ્યાણ મેળામાં આવતા ગુજરાતના મુખ્યમંત્રીને કોગ્રેસ પક્ષ ઘેરાવ કરી કાળા વાવટાથી સ્વાગત કરશ તેમજ આશ્ચર્યજનક કાર્યક્રમ આપશે તેવું કોંગ્રેસનાં આગેવાન રમેશ રબારીએ જણાવ્યુ છે
ગુજરાતમાં જાણે કાયદો વ્યવસ્થા જ ન હોય તેમ હત્યા, ચોરી, લૂંટ જેવા બનાવો બને છે તાજેતરમા જ સુરત શહેરમાં એક દીકરીનું ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી આવા કિસ્સા રોજ બરોજ બનતા રહે છે અને રાજકોટમાં પોલીસ ખાતુંએની કામગીરી છોડી ટપોરીની જેમ હવાલા લઈને જમીન મકાન ખાલી કરાવવાના કામ કરી રહ્યું છે અને મોરબી નગરપાલિકા પ્રજાને પ્રાથમિક સુવિધા આપવામાં પણ સદંતર નિષ્ફળ ગયેલ છે મોરબી શહેરની એ ગ્રેડની મોરબી નગરપાલિકા છે જેમાં પૂર્ણ બહુમતીથી ભાજપનો છે પરંતુ કામ કરવાની અણઆવડત અને વહીવટી જ્ઞાનની ખામીના કારણે આજ સૌરાષ્ટ્રનું પેરિસ ગણાતું મોરબી નર્કાગાર પરિસ્થિતિમાં ફેરવી નાખવામાં આવ્યું છે. ચોતર કચરાના ઢગલા, ઉભરાતી ગટરના ગંદા પાણી, પીવાના શુદ્ધ પાણીમાં ગટરના પાણીની મિલાવટ, શેરી ગલીઓમાં અંધકાર અને અનેક જગ્યાએ ચોવીસ કલાક લાઈટો ચાલુ રાખી પ્રજા ઉપર આર્થિક બોઝ વધી રહ્યો છે
પાલિકાને અનેક રજૂઆતો કરવા છતાં અંદરો અંદરના વિખવાદ ના કારણે પ્રજાને પ્રાથમિક સુવિધાઓ આપી શક્તા નથી અને પ્રજા પોતાના પરસેવાના પૈસાથી કરવેરા ભરે છે છતાં મોરબી નગરપાલિકા પ્રજાને સુવિધા આપવામાં નિષ્ફળ ગયેલ છે મોરબી શહેરમાં જે નવા રસ્તાઓ બનેલા છે તે પણ સમય મર્યાદા પહેલા તૂટી ગયેલા છે અને રોડ રસ્તાના કામમાં શાસક પક્ષ અને કોન્ટ્રાક્ટરની મીલીભગતથી નબળા રોડ રસ્તા બનાવવામાં આવે છે અને મહેન્દ્રપરા, વાવડી રોડ તેમજ રવાપર રોડની જેમ સમય મર્યાદા પહેલા રસ્તા તુટી જાય છે આમ મોરબી નગરપાલિકામાં તમામ વિભાગની અંદર ભ્રષ્ટાચાર ચાલે છે ઘણા વિભાગમાં માત્ર કાગળ ઉપર જ સ્ટાફની હાજરી ભરવામાં આવે છે અને ભાગ બટાઇ કરીને ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે
એવી જ રીતે મોરબીમાં રખડતા ઢોરને પકડવાની કામગીરી ચાલે છે તેમાં ઢોર પકડાયેલા પશુના આંકડાઓ પણ ખોટા રજૂ કરી મસ મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે આવા અનેક પ્રશ્નો સાથે ભાજપ સાશીત પાલિકા ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે ત્યારે મોરબીમાં ગુજરાતના મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ મેળામાં આવતા હોય જેની સામે મોરબી કોંગ્રેસ પક્ષ પ્રજાને પ્રાથમિક સુવિધાઓ મળતી નથી તે માટે થઈ આશ્ચર્યજનક કાર્યક્રમો આપશે અને મુખ્યમંત્રીને ઘેરાવ કરી કાળા વાવટા ફરકાવી તેમનું સ્વાગત કરવામાં આવશે તેમ મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જયંતીભાઈ પટેલ, શહેર પ્રમુખ રાજુભાઈ કાવર, માજી શહેરના મહેશભાઈ રાજગુરુ, અશ્વિનભાઈ વિડજા, એલ.એમ કંઝારિયા, મોરબી તાલુકા કોંગ્રેસ પ્રમુખ કે.ડી. પડસુબિયા તેમજ મહિલા કોંગ્રેસ, યુવા કોંગ્રેસ, તાલુકા અને જિલ્લા કોગ્રેસના તમામ સેલ ડિપાર્ટમેન્ટના તમામ આગેવાનોને સાથે રાખી પ્રજાના મુદે કાર્યક્ર્મ આપવામાં આવશે તેવું ગુજરાત માલધારી સેલના પૂર્વ પ્રમુખ રમેશ રબારીએ જણાવ્યુ છે
