મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જુગાર રમતા 8 મહિલા સહિત કુલ 9 વ્યક્તિ ઝડપાયા ઓનલાઇન ટ્રાન્જેક્શન કરતા પહેલા સાવધાન: ટંકારાના લજાઈ ગામે રહેતા યુવાને કુરિયર કંપનીના ગુગલમાંથી કસ્ટમર કેર નંબર મેળવીને માત્ર 5 રૂપિયાનું ટ્રાન્જેક્શન કરતા ખાતામાંથી 4.42 લાખ ઉપડી ગયા ! હળવદના ચરડવા પાસે ડબલ સવારી બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત, ઇજાગ્રસ્ત દંપતી સારવારમાં માળીયા (મી)ના પંચવટી ગામના પાટીયા પાસે બનેવીના ભંગારના બેસવા ગયેલ સાળા ઉપર લોખંડના પાઇપ વડે હુમલો મોરબીમાં ધોળા દિવસે યુવાનનું અપહરણ થતા બચાવવા ગયેલા તેના સગા ભાઈ ઉપર 3 શખ્સોએ કર્યો છરી વડે હુમલો મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું વાંકાનેરમાં યુવા સારથી સંગઠન દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પમાં 334 બોટલ રક્ત એકત્રિત થયું મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

પરિણીતાના પતિને નોકરીની લાલચ આપીને સબંધ રાખીને અશ્લીલ ફોટો-વિડીયો મેળવી વાઇરલ કરવાની ધમકી


SHARE







પરિણીતાના પતિને નોકરીની લાલચ આપીને સબંધ રાખીને અશ્લીલ ફોટો-વિડીયો મેળવી વાઇરલ કરવાની ધમકી

ટંકારા તાલુકાના છતર ગામે રહેતી પરિણીતાને તેના પતિને સારી નોકરી અપાવવાની લાલચ આપીને એક શખ્સ દ્વારા વિશ્વાસમાં લેવામાં આવી હતી અને તેની સાથે ફોન ઉપર અને રૂબરૂ વાતચીત કરીને હેરાન પરેશાન કરવામાં આવતી હતી અને ત્યારબાદ તે મહિલા અને તેના પતિને અશ્લીલ ફોટો અને વિડીયો મોકલાવીને તેને વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ મહિલા દ્વારા હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહારાષ્ટ્રના એક શખ્સની સામે ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરુ કરવામાં આવેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના છતર ગામે રહેતી પરિણીતએ હાલમાં શિવાજી યશવંત પાટીલ રહે. ચાલીસ ગાવ મહારાષ્ટ્ર વાળાની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે, આરોપી શિવાજી પાટીલે તેના પતિને સારી નોકરી આપવાની લાલચ આપીને તેને વિશ્વાસમાં લીધી હતી અને અવારનવાર તેની મરજી વિરુદ્ધ તેના ફોન ઉપર અને રૂબરૂ વાતચીત કરી હતી અને હેરાન-પરેશાન કરતો હતો અને આરોપીએ તેની સાથે વ્યક્તિગત વાર્તાલાપ કરી તેની સાથે સંબંધ રાખવા મોબાઈલ ફોન ઉપર વારંવાર ફોન કરતો હતો ફરિયાદી પરિણીતા તેમજ તેના પતિને મોબાઈલ ફોન ઉપર ફરિયાદી પરિણીતાના અશ્લીલ ફોટા તથા વિડીયો મોકલી વાઇરલ કરવાની ધમકી આપી મારી નાખવાની ધમકી આપતા ભોગ બનેલી પરિણીતાએ દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે આઈપીસી કલમ ૩૫૪(ડી), ૫૦૪, ૫૦૬(૨) તથા આઇ.ટી.એકટની કલમ ૬૭(બી) મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News