મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જુગાર રમતા 8 મહિલા સહિત કુલ 9 વ્યક્તિ ઝડપાયા ઓનલાઇન ટ્રાન્જેક્શન કરતા પહેલા સાવધાન: ટંકારાના લજાઈ ગામે રહેતા યુવાને કુરિયર કંપનીના ગુગલમાંથી કસ્ટમર કેર નંબર મેળવીને માત્ર 5 રૂપિયાનું ટ્રાન્જેક્શન કરતા ખાતામાંથી 4.42 લાખ ઉપડી ગયા ! હળવદના ચરડવા પાસે ડબલ સવારી બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત, ઇજાગ્રસ્ત દંપતી સારવારમાં માળીયા (મી)ના પંચવટી ગામના પાટીયા પાસે બનેવીના ભંગારના બેસવા ગયેલ સાળા ઉપર લોખંડના પાઇપ વડે હુમલો મોરબીમાં ધોળા દિવસે યુવાનનું અપહરણ થતા બચાવવા ગયેલા તેના સગા ભાઈ ઉપર 3 શખ્સોએ કર્યો છરી વડે હુમલો મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું વાંકાનેરમાં યુવા સારથી સંગઠન દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પમાં 334 બોટલ રક્ત એકત્રિત થયું મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના ત્રાજપર અને વીસીપરામાં જુગારની બે રેડ: ૧૨ જુગારીઓ ૩૩,૦૮૦ ના મુદ્દામાલ સાથે ઝડપાયા


SHARE







મોરબીના ત્રાજપર અને વીસીપરામાં જુગારની બે રેડ: ૧૨ જુગારીઓ ૩૩,૦૮૦ ના મુદ્દામાલ સાથે ઝડપાયા

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા ત્રાજપર અને વીસીપરામાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે જુદી જુદી બે જુગારની રેડમાં કુલ મળીને ૧૨ જુગારીઓ મળી આવ્યા હતા અને તેની પાસેથી પોલીસ દ્વારા ૩૩૦૮૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને તેની સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે

મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં પંચની મેલડી માતાજીના મંદિર નજીક જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસ દ્વારા ત્યાં રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી આઠ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેમાં કિશોરભાઈ જીવરાજભાઈ કગથરા જાતે કોળી (૩૫), અનિલભાઈ ધનજીભાઈ મોરવાડીયા જાતે કોળી (૨૨), રૂપેશભાઈ ધીરુભાઈ જખવાડિયા જાતે કોળી (૨૫), અનિલભાઈ ગિરધરભાઈ વરાણીયા જાતે કોળી (૨૧), જયેશભાઈ જેરામભાઈ વરાણીયા જાતે કોળી (૨૫), રવિભાઈ વેરશીભાઈ કગથરા જાતે કોળી (૨૨), અમિતભાઈ બાબુભાઈ ઝિંઝુવાડીયા જાતે કોળી (૨૭) અને શનિ ધીરુભાઈ જખવાડિયા જાતે કોળી (૨૧)નો સમાવેશ થાય છે અને આ શખ્સો પાસેથી પોલીસ દ્વારા ૨૮,૩૦૦ રૂપિયાની રોકડ કબજે કરી છે અને તેઓની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ત્રાજપરમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે રામદેવભાઈ ખોડાભાઈ કોળી (૨૬), માનવભાઇ રઘુભાઈ કોળી (૩૪), ભગવાનજીભાઈ ખોડાભાઈ કોળી (૨૪) અને નવઘણભાઈ રેવાભાઇ પાંચિયા (૫૧) જાહેરમાં જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસ દ્વારા તેની પાસેથી ૪૭૮૦ રૂપિયાની રોકડ કબજે કરી તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો




Latest News