મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જુગાર રમતા 8 મહિલા સહિત કુલ 9 વ્યક્તિ ઝડપાયા ઓનલાઇન ટ્રાન્જેક્શન કરતા પહેલા સાવધાન: ટંકારાના લજાઈ ગામે રહેતા યુવાને કુરિયર કંપનીના ગુગલમાંથી કસ્ટમર કેર નંબર મેળવીને માત્ર 5 રૂપિયાનું ટ્રાન્જેક્શન કરતા ખાતામાંથી 4.42 લાખ ઉપડી ગયા ! હળવદના ચરડવા પાસે ડબલ સવારી બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત, ઇજાગ્રસ્ત દંપતી સારવારમાં માળીયા (મી)ના પંચવટી ગામના પાટીયા પાસે બનેવીના ભંગારના બેસવા ગયેલ સાળા ઉપર લોખંડના પાઇપ વડે હુમલો મોરબીમાં ધોળા દિવસે યુવાનનું અપહરણ થતા બચાવવા ગયેલા તેના સગા ભાઈ ઉપર 3 શખ્સોએ કર્યો છરી વડે હુમલો મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું વાંકાનેરમાં યુવા સારથી સંગઠન દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પમાં 334 બોટલ રક્ત એકત્રિત થયું મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના લાલપર ગામ પાસે જાહેરમાં જુગાર રમતા ત્રણ જુગારી પકડાયા


SHARE







મોરબીના લાલપર ગામ પાસે જાહેરમાં જુગાર રમતા ત્રણ જુગારી પકડાયા

મોરબીના લાલપર ગામ પાસે તાજનળિયાના કારખાના નજીક જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં જુગાર રમતા ત્રણ શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૯૩૫૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને તેની સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધવામાં આવેલ છે

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામ પાસે તાજનળિયાના કારખાના નજીક જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મોરબી તાલુકા પોલીસને મળી હતી જેના આધારે પોલીસે જુગાર કરી હતી ત્યારે જયંતીભાઈ કહેરભાઈ મકવાણા, અશ્વિનભાઈ જેઠાભાઈ સોલંકી અને જગદીશભાઈ ઘનશ્યામભાઈ પાટડીયા જાહેરમાં જુગાર રમતા મળ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૯૩૫૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને તેઓની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા

મોરબી માળીયા વનાળિયા સોસાયટીમાં રહેતો રાજુ અમરશીભાઈ ચાવડા (ઉમર ૩૨) નામનો યુવાન નજરબાગ રેલ્વે સ્ટેશન પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક તે પડી ગયો હતો જેથી કરીને તેને માથાના ભાગે ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે અને આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે




Latest News