વાંકાનેરના રાતાવિરડા પાસે દિયાન પેપર મિલમાં લાગેલી આગ ૭૨ કલાકે કાબુમાં, કરોડોનું નુકશાન
SHARE
વાંકાનેરના રાતાવિરડા પાસે દિયાન પેપર મિલમાં લાગેલી આગ ૭૨ કલાકે કાબુમાં આવી: ૧૦૦ કરોડથી વધુનું નુકશાન
વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામ પાસે આવેલ દિયાન પેપર મિલમાં શુક્રવારે બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં આગ લાગવાની ઘટના બની હતી અને આ ઘટનાની તાત્કાલિક મોરબી નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર ફાયટરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા જો કે, તેની પાસે ફાયરના ટાંચા સાધનો હોવાના લીધે જે જ્ગ્યાએ આગ લાગી હતી તે પેપરમીલની આસપાસ આવેલા તમામ ઑધોગિક એકમોમાંથી પાણીના ટેન્કરો અને આગ ઉપર કાબુ મેળવવા માટે જરૂરી ફાયરના જે કોઈ સાધન હતા તેને લાવીને તેને કામે લગાડવામાં આવ્યા હતા તેમ છતાં પણ આગ ધીમે ધીમે કરતાં વિકરાળ બની હતી અને શુક્રવારે બપોરે લાગેલી આગને કંટ્રોલ કરવા માટે અમદાવાદ, રાજકોટ, જામનગર, ધ્રોલ, ગાંધીધામ, ચોટીલા, સુરેન્દ્રનગર, વઢવાણ, હળવદ સહિતના ફાયર સેન્ટર ઉપરથી ફાયર ફાયટર તાત્કાલિક મોરબીની પેપરમીલ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા અને સતત પાણીનો મારો કરીને આગને કાબુમાં લેવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો હતો છતાં આગ કાબૂની બહાર હતી અને હાલમાં મળતી માહિતી મુજબ ૭૨ કલાક કરતાં વધુ સમય સુધી સતત આગ પર પાણીનો મારો ચાલુ રાખવામાં આવ્યા બાદ આગ સંપૂર્ણ કાબૂમાં આવી છે જોકે આગ લાગવાના કારણે ૨૮ હજાર ટન કરતાં વધુ ઈમ્પોર્ટ કરેલો વેસ્ટ પેપર બળીને ખાખ થઇ ગયો છે તેની સાથોસાથ કારખાના બે શેડ અને અન્ય મશીનરી બળી જવાથી ૧૦૦ કરોડ કરતાં વધુનું નુકસાન કારખાનેદારને થયેલ છે જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યો નથી