મોરબીના લીલાપર ગામે દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા
Breaking news
Morbi Today

મોરબીના મકરાણીવાસમાં થયેલ માર મારીના ગુનામાં બંને પક્ષના મળીને સાત આરોપીની ધરપકડ


SHARE







મોરબીના મકરાણીવાસમાં થયેલ માર મારીના ગુનામાં બંને પક્ષના મળીને સાત આરોપીની ધરપકડ

મોરબીના મકરાણીવાસ વિસ્તારમાં રવિવારે મોડીરાત્રીના સામસામી મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ઘર નજીક સામસામે પથ્થર અને સોડા બોટલના છુટા ઘા કરવામાં આવ્યા હતા અને બાદમાં મોરબી સિટી પોલીસ સ્ટેશને સામસામી ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે બંને પક્ષના કુલ મળીને સાત આરોપીઓની ધરપકડ કરેલ છે

મોરબીના મકરાણી વાત વિસ્તારમાં રવિવારે મોડી રાત્રીના એકાદ વાગ્યાના અરસામાં ઘર નજીક પથ્થર તેમજ સોડા બોટલ વડે સામસામે મારામારી થયેલ હતી જેની સામસામી ફરિયાદો નોંધાવવામાં આવી હતી જેમાં રણમલ ઉર્ફે રહેમાન હાજી મુસાણી મિંયાણા (૪૦) રહે.મકરાણી વાસ વાળાએ ત્યાં જ રહેતાં જાવેદ યારમહોમ્દ બ્લોચ, તૌફીક ઉર્ફે દેવો રફીક બ્લોચ, નદીમ ઉર્ફે ઢાળીયો ડાડા બ્લોચ, ઈસ્માઈલ હુસેન બ્લૉચ, તૌફીક રફીક બ્લોચ અને અનવર મુસા ખુરેશી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હાલમાં જાવેદ યારમહોમ્દ બ્લોચ અને ઈસ્માઈલ હુસેન બ્લૉચની ધરપકડ કરેલ છે જયારે સામા પક્ષેથી જાવેદ યારમામદ બ્લોચ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાં તેણે રણમલ ઉર્ફે રહેમાન હાજી મુસાણી, સહેઝાદ રહેમાન મુસાણી, હુસેન અલ્લારખ્ખા શેખ, મોહસીન કાસમ અજમેરી, સિકંદર નુરમામદ મુસાણી અને નિઝામ નુરમામદ મુસાણી રહે. બધા મકરાણીવાસ વાળો સમાવેશ થાય છે અને આ ગુનામાં પોલીસે રણમલ ઉર્ફે રહેમાન હાજી મુસાણી, હુસેન અલ્લારખ્ખા શેખ, મોહસીન કાસમ અજમેરી, સિકંદર નુરમામદ મુસાણી અને નિઝામ નુરમામદ મુસાણીની ધરપકડ કરેલ છે અને બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી છે






Latest News