મોરબીના લીલાપર ગામે દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેનના શિષ્યા બાળવિદુષી કથાકાર રતનબેનનો દીક્ષાગ્રહણ સમારોહ ધામધુમપુર્વક ઉજવાયો


SHARE







મોરબીના રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેનના શિષ્યા બાળવિદુષી કથાકાર રતનબેનનો દીક્ષાગ્રહણ સમારોહ ધામધુમપુર્વક ઉજવાયો

રામદેવ રામાયણ કથામાં બાળવિદુષી રતનબેન (રત્નેશ્વરીબેન) ની ધામધૂમથી સંતો-મહંતોની ઉપસ્થિતિમાં ચાદરવિધિ પ્રસંગ ઉજવાયો

મોરબીમાં સેવા અને સદભાવનાના ધામ તરીકે જાણીતા મહેન્દ્રનગર ગામ પાસે આવેલ શ્રી રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેનના શિષ્યા બાળવિદુષી રતનબેન (રત્નેશ્વરીબેન) કે જેઓએ માત્ર નવ વર્ષનીવયે પ્રથમ રામકથાનું વાંચન કર્યું હતું બાળ ઉંમરે જ તેમણે સંસારની મોહ-માયા મૂકીને સમસ્ત જીવોના લોકકલ્યાણ અર્થે ધર્મનો પ્રચાર તેમજ સેવા સદભાવનાના કાર્યો કરવા તે વાતને  જીવનમંત્ર બનાવીને પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું તેમણે સગીરવયે જ સેવા સદભાવનાના કાર્ય કરતા રામકથાનું વાંચન કરતાની સાથે બી.કોમ. સુધીનો અભ્યાસ પણ કર્યો હતો

મોરબી રામધન આશ્રમ ખાતે બાળવિદુષી રતનબેનના મધુર કંઠે યોજાયેલ રામદેવ રામાયણ કથામાં ગત તા.૧૮-૨ ના રોજ બાળવિદુષી રતનબેનની ચાદરવિધિ (દીક્ષાગ્રહણ) પ્રસંગ ધામધૂમથી સંતો-મહંતો, વિવિધ સંસ્થાના આગેવાનો સામાજિક આગેવાનો રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયો હતો જેમાં મહામંડલેશ્વર દુર્ગાદાસજી મહારાજ સાયલા, મહામંડલેશ્વર શિવરામદાસજી મહારાજ કબીર આશ્રમ, મહંત દામજી ભગત, પરસોતમદાસજી સહિત સંતો, ગોસ્વામી સમાજ, રામાનંદી સાધુ સમાજના આગેવાનો રાજ્યનામંત્રી બ્રિજેશભાઈ મેરજા, કિશોરભાઈ ચીખલિયા, જીગ્નેશભાઈ કૈલા, જ્યોતિષસિંહ જાડેજા સહિત રાજકીય આગેવાનોની હાજરીમાં પ્રસંગ ઉજવાયો હતો.બાળવિદુષી રતનબેને દીક્ષા ગ્રહણ કરી તેની ખુશીમાં વિવિધ સંસ્થા અને સંગઠનોના આગેવાનો અને ભકતોએ શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.આ પ્રસંગે બાળવિદુષી રતનબેને દીક્ષા ગ્રહણ કરતા તેમના પિતા નાથાભાઈ અને માતા અનુબેનની એક આંખમાં દીકરીને લગ્ન સમયે આપતી વિદાયની જેમ આસુનો વરસાદ વરસી રહ્યો હતો તો બીજી આંખમાં તેઓની દીકરી નાની ઉંમરે સમસ્ત જીવોના કલ્યાણમાં દીક્ષા ગ્રહણ કરી રહી છે તે વાતનું ગૌરવ અને ખુશીના જોવા મળી હતી.બાળવિદુષી રતનબેને માત્ર ૯ વર્ષની વયે ગણેશકથાનું વાંચન કરી તેમની પહેલી કથાનો પ્રારંભ કર્યો હતો તેમણે રામાયણ, ભાગવત, શિવ મહાપુરાણ, ગણેશ કથા, રામદેવ રામાયણ સહિત કુલ ૨૫૦ કથાનું વાંચન કર્યું છે.તાજેતરમાં ૨૫૧ મી કથા હરિદ્વારમાં આગામી સમયમાં યોજાનાર છે.

મોરબીના રામધન આશ્રમ ખાતે તારીખ ૧૫ થી ૨૧ ફેબ્રુઆરી રામદેવ રામાયણ કથાનું આયોજન કરાયું હતું જેમાં બાળ વિદુષી રતનબેન એટલે કે રત્નેશ્વરીબેન દ્વારા કથા વાંચન કરાવ્યું હતું આ તકે ઉપરોક્ત અનેક સંતો મહંતો તેમજ ખોખરાબેલા હનુમાનધામના અને પંચઅગ્નિ અખાડાના મહામંડલેશ્વર કનકેશ્વરીબેનની હાજરીમાં રતનબેનની ચાદરવિધિ પણ યોજવામાં આવી હતી અને તેઓએ દીક્ષા ગ્રહણ કરી હતી.તેમજ કથામાં રામદેવજી મહારાજના સમાધિ પ્રકારને આબેહૂ દર્શાવવામાં આવ્યો હતો કથા દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ કથાનું રસપાન કર્યું હતું કથાના આયોજક એવા જય માતાજી ગુરુકૃપા સેવા સમિતિ મહેન્દ્રનગર તેમજ મહેન્દ્રનગર ગામના ગ્રામજનો તેમજ જલારામ મંદિરના સેવાભાવીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હોય તેઓનો રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેન દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.






Latest News