મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જુગાર રમતા 8 મહિલા સહિત કુલ 9 વ્યક્તિ ઝડપાયા ઓનલાઇન ટ્રાન્જેક્શન કરતા પહેલા સાવધાન: ટંકારાના લજાઈ ગામે રહેતા યુવાને કુરિયર કંપનીના ગુગલમાંથી કસ્ટમર કેર નંબર મેળવીને માત્ર 5 રૂપિયાનું ટ્રાન્જેક્શન કરતા ખાતામાંથી 4.42 લાખ ઉપડી ગયા ! હળવદના ચરડવા પાસે ડબલ સવારી બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત, ઇજાગ્રસ્ત દંપતી સારવારમાં માળીયા (મી)ના પંચવટી ગામના પાટીયા પાસે બનેવીના ભંગારના બેસવા ગયેલ સાળા ઉપર લોખંડના પાઇપ વડે હુમલો મોરબીમાં ધોળા દિવસે યુવાનનું અપહરણ થતા બચાવવા ગયેલા તેના સગા ભાઈ ઉપર 3 શખ્સોએ કર્યો છરી વડે હુમલો મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું વાંકાનેરમાં યુવા સારથી સંગઠન દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પમાં 334 બોટલ રક્ત એકત્રિત થયું મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના માધાપરની જમીન ઉપર દબાણ કરનાર ઇસમની લેન્ડ ગ્રેબિંગના ગુનામાં ધરપકડ


SHARE







મોરબીના માધાપરની જમીન ઉપર દબાણ કરનાર ઇસમની લેન્ડ ગ્રેબિંગના ગુનામાં ધરપકડ

મોરબીના માધાપરની જમીન કેજે લાતી પ્લોટમાં આવેલ છે તેના ઉપર ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું છે જેથી કરીને જમીનના મલિક એવા પટેલ યુવાને મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરેલ છે

મોરબીના ઘુનડા(સ) ગામે રહેતા કિશનભાઇ દિનેશભાઇ રંગપરીયા જાતે પટેલ (ઉમર ૨૨) એ બે દિવસ પહેલા સવજીભાઇ ગોવીંદભાઇ કંઝારીયા જાતે સતવારા રહે.ખેરની વાડી, લાતીપ્લોટ શેરી નંબર-૨, જુના અજંતા પાછળ, મોરબી વાળાની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ છે કે, તેમની માધાપર સર્વે નંબર ૧૨૩૦ ખાતા નંબર ૯૦૪ વાળી ખેતીની ખેડવાણ જુની શરતની જમીન ક્ષેત્રફળ (હે.-આરે-ચો.મી) ૧-૦૧-૧૭ જગ્યા છે તેમાં ગેરકાયદે કબ્જો કરી લીધેલ છે અને જમીન પચાવી પાડી છે તેમજ તેનો ગેરકાયદે ઉપયોગ ભોગવટો કરી રહ્યા છે જેથી કરીને એ ડિવિજન પોલીસ મથકે કિશનભાઇની ફરિયાદ લઈને હાલમાં ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ ૨૦૨૦ની કલમ ૪(૧)(૩), ૫(ગ), મુજબ ગુનો નોંધાયો હતો જેની તપાસ ડીવાયએસપી અતુલ બંસલ તેમજ રાઇટર રૂતુરાજસિંહ દ્રારા કરીને ઉપરોકત ગુનામાં સંડોવાયેલ સવજીભાઇ ગોવીંદભાઇ કંઝારીયા જાતે સતવારા (ઉમર ૫૨) રહે. ખેરની વાડી, લાતીપ્લોટ શેરી નંબર-૨ જુના અજંતા પાછળ, મોરબી વાળાની ધરપકડ કરેલ છે




Latest News