મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જુગાર રમતા 8 મહિલા સહિત કુલ 9 વ્યક્તિ ઝડપાયા ઓનલાઇન ટ્રાન્જેક્શન કરતા પહેલા સાવધાન: ટંકારાના લજાઈ ગામે રહેતા યુવાને કુરિયર કંપનીના ગુગલમાંથી કસ્ટમર કેર નંબર મેળવીને માત્ર 5 રૂપિયાનું ટ્રાન્જેક્શન કરતા ખાતામાંથી 4.42 લાખ ઉપડી ગયા ! હળવદના ચરડવા પાસે ડબલ સવારી બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત, ઇજાગ્રસ્ત દંપતી સારવારમાં માળીયા (મી)ના પંચવટી ગામના પાટીયા પાસે બનેવીના ભંગારના બેસવા ગયેલ સાળા ઉપર લોખંડના પાઇપ વડે હુમલો મોરબીમાં ધોળા દિવસે યુવાનનું અપહરણ થતા બચાવવા ગયેલા તેના સગા ભાઈ ઉપર 3 શખ્સોએ કર્યો છરી વડે હુમલો મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું વાંકાનેરમાં યુવા સારથી સંગઠન દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પમાં 334 બોટલ રક્ત એકત્રિત થયું મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના ગરીબ કલ્યાણ મેળામાં મુખ્યમંત્રી ૨૨૪ લાભાર્થીઓને ૧૩.૩૭ લાખની સાધન સહાય અર્પણ કરશે


SHARE







મોરબીના ગરીબ કલ્યાણ મેળામાં મુખ્યમંત્રી ૨૨૪ લાભાર્થીઓને ૧૩.૩૭ લાખની સાધન સહાય અર્પણ કરશે

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ગરીમામય ઉપસ્થિતિમાં મોરબી ખાતે યોજાનાર ગરીબ કલ્યાણ મેળામાં જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વિકસતી જાતીની કચેરી દ્વારા સરસ્વતી સાધના યોજના, કુંવરબાઇનું મામેરુ તેમજ માનવ ગરીમા યોજના હેઠળ લાભાર્થીઓને સહાય અર્પણ કરવામાં આવશે.

જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વિકસતી જાતીની કચેરીના જણાવ્યા અનુસાર, આગામી ૨૫ ફેબ્રુઆરીના રોજ યોજાનાર ગરીબ કલ્યાણ મેળામાં ધો. ૯માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને સરસ્વતી સાધના યોજના અંતર્ગત સાયકલ સહાય અર્પણ કરવામાં આવશે. આ યોજના અંતર્ગત ૧૬૭ વિદ્યાર્થિનીઓને ૭,૦૭,૫૭૯ ના ખર્ચે સાયકલ આપવામાં આવશે. કુંવરબાઇનું મામેરું યોજના અંતર્ગત ૪૧ લાભાર્થીઓને ૪,૫૮,૦૦૦ સહાય આપવામાં આવનાર છે જ્યારે માનવ ગરીમા યોજના અંતર્ગત નાના ધંધા કે વ્યવસાય માટે સાધન સહાય રૂપે ૧,૭૨,૧૪૯ ના ખર્ચે ૧૬ લાભાર્થીઓને સહાય આપવામાં આવશે. આમ, ગરીબ કલ્યાણ મેળામાં સમાજ કલ્યાણ અધિકારી વિકસતી જાતીની કચેરી દ્વારા ૨૨૪ લાભાર્થીઓને ૧૩,૩૭,૭૨૮ના ખર્ચે વિવિધ સાધન સહાય અર્પણ કરવામાં આવશે તેમ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વિકસતી જાતીના આર.આર. શાહની યાદીમાં જણાવાયું છે.

ગુજરાત અનુસૂચિત જાતિના નાના ધંધાર્થીઓ પોતાનો રોજગાર કરી શકે અને પોતાની આવકમાં વધારો કરી શકે તે માટે માનવ ગરીમા યોજના હેઠળ કુલ ૨૮ ધંધા-વ્યવસાય માટે જુદી-જુદી કીટ્સ આપવામાં આવે છે. ત્યારે આગામી તા. ૨૫/૨ ના ગરીબ કલ્યાણ મેળામાં અનુસુચિત જાતિ કલ્યાણ મોરબી મારફત કુલ ૩૮ અનુસૂચિત જાતિનાં લાભાર્થીઓને ઇલેક્ટ્રીક એપ્લાયસીસ રીપેરીંગ-૮, ખેતીલક્ષી લુહારી કામ-૬, અથાણા બનાવટ-૧, પ્લમ્બર-૧૦ તથા સેન્ટિગ કામ-૧૩ માનવ ગરિમા યોજના હેઠળ કુલ ૫,૦૫,૦૪૦ ની રકમના સાધનોની કીટ્સનું વિતરણ કરવામાં આવશે.




Latest News