મોરબીના લીલાપર ગામે દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા
Breaking news
Morbi Today

મોરબીના માધાપરની જમીન ઉપર દબાણ કરનાર શખ્સને જેલ હવાલે કરાયો


SHARE







મોરબીના માધાપરની જમીન ઉપર દબાણ કરનાર શખ્સને જેલ હવાલે કરાયો

મોરબીના માધાપરની જમીન કેજે લાતી પ્લોટમાં આવેલ છે તેના ઉપર ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું છે જેથી કરીને જમીનના મલિક એવા પટેલ યુવાને મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરેલ હતી અને તેને કોર્ટમાં રજૂ કરીને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે

મોરબીના ઘુનડા(સ) ગામે રહેતા કિશનભાઇ દિનેશભાઇ રંગપરીયા જાતે પટેલ (ઉમર ૨૨) એ બે દિવસ પહેલા સવજીભાઇ ગોવીંદભાઇ કંઝારીયા જાતે સતવારા રહે.ખેરની વાડી, લાતીપ્લોટ શેરી નંબર-૨, જુના અજંતા પાછળ, મોરબી વાળાની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ છે કે, તેમની માધાપર સર્વે નંબર ૧૨૩૦ ખાતા નંબર ૯૦૪ વાળી ખેતીની ખેડવાણ જુની શરતની જમીન ક્ષેત્રફળ (હે.-આરે-ચો.મી) ૧-૦૧-૧૭ જગ્યા છે તેમાં ગેરકાયદે કબ્જો કરી લીધેલ છે અને જમીન પચાવી પાડી છે તેમજ તેનો ગેરકાયદે ઉપયોગ ભોગવટો કરી રહ્યા છે જેથી કરીને એ ડિવિજન પોલીસ મથકે કિશનભાઇની ફરિયાદ લઈને હાલમાં ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ ૨૦૨૦ની કલમ ૪(૧)(૩), ૫(ગ), મુજબ ગુનો નોંધાયો હતો જેની તપાસ ડીવાયએસપી અતુલ બંસલ તેમજ રાઇટર રૂતુરાજસિંહ દ્રારા કરીને ઉપરોકત ગુનામાં સંડોવાયેલ સવજીભાઇ ગોવીંદભાઇ કંઝારીયા જાતે સતવારા (ઉમર ૫૨) રહે. ખેરની વાડી, લાતીપ્લોટ શેરી નંબર-૨ જુના અજંતા પાછળ, મોરબી વાળાની ધરપકડ કરેલ હતી અને આ આરોપીને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે






Latest News