મોરબીના લીલાપર ગામે દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા
Breaking news
Morbi Today

મોરબીના જુદાજુદા વિસ્તારમાં જુગારની ચાર રેડ: સાત જુગારી પકડાયા


SHARE







મોરબીના જુદાજુદા વિસ્તારમાં જુગારની ચાર રેડ: સાત જુગારી પકડાયા

મોરબી શહેરના લાતી પ્લોટ શેરી નંબર બે અને ત્રણની વચ્ચે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યા જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા ચાર શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૧૫,૧૦૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના લાતી પ્લોટ શેરી નંબર બે અને ત્રણની વચ્ચે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ઈકબાલભાઈ કાસમભાઈ પરમાર, પ્રવીણભાઈ માવજીભાઈ મકવાણા, કાસમભાઈ અહેમદભાઈ ભટ્ટી અને જૂસબભાઈ અલ્લારખાભાઈ ચાનીયા જુગાર રમતા મળી આવ્યા હતા માટે પોલીસે આ ચાર જુગારીઓ પાસેથી કુલ મળીને ૧૫,૧૦૦ ની રોકડ કબજે કરી હતી અને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

મોરબી શહેરના પંચાસર રોડ ઉપર શક્તિ પાન વાળી શેરીમાં એટલાસ કારખાનાની સામેના ભાગમાં વરલી જુગાર લેવામાં આવતા હોવાની બાતમી આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે વિશાલ લક્ષ્મણભાઈ પરમાર (ઉંમર ૩૯) રહે. ટિંબડી વાળો મળી આવ્યો હતો જેથી પોલીસે તેની પાસેથી ૭૪૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી આવી જ રીતે પંચાસર રોડ ઉપરથી રમણીકભાઈ મનુભાઈ ડાભી (ઉંમર ૪૦) રહે. લાયસ્ન સ્કુલ પાછળ નવલખી રોડ મોરબી વાળો પણ વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય તેની પાસેથી પોલીસે ૫૬૦ ની રોકડ કબજે કરી હતી તો મોરબીના લીલાપર રોડ ઉપર ગોપાલ કારખાના પાસે વરલી જુગાર લેતા કેતન ગોપાલભાઈ ભડાણિયા જાતે કોળી (ઉંમર ૨૭) રહે. લીલાપર રોડ ગોપાલ કારખાના વાળો મળી આવતા પોલીસે ૨૨૦ રૂપિયાની રોકડ કબજે કરેલ છે અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં ઢુવા ચોકી નજીક રીક્ષા સ્ટેન્ડ વરલીના આંકડા લેવામાં આતા હોય વાંકાનેર પોલીસે રેડ કરીને વલકુભાઈ સુખાભાઈ કોળી (ઉંમર ૨૦) અને મનસુખભાઈ રત્નાભાઈ કોળી (ઉંમર ૪૦) રહેબંને સરતનપર રોડ વાળા પાસેથી ૩૫૦ રૂપિયાની રોકડ કબજે કરીને આગળની કાર્યવાહી કરેલ છે 






Latest News