મોરબીના લીલાપર ગામે દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા
Breaking news
Morbi Today

મોરબીના લુંટાવદર-વીસીપરામાં દારૂની બે રેડ, ૮૫ બોટલ દારૂ કબજે: એક આરોપી ઝડપાયો, બેની શોધખોળ


SHARE







મોરબીના લુંટાવદર-વીસીપરામાં દારૂની બે રેડ, ૮૫ બોટલ દારૂ કબજે: એક આરોપી ઝડપાયો, બેની શોધખોળ

મોરબી તાલુકાની હદમાં આવેલ લુંટાવદર ગામે પોલીસે દારુની રેડ કરી હતી ત્યારે ત્યાં ખરાબામાંથી ૭૧ બોટલ દારૂ મળી આવ્યો છે જેથી બે શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો છે અને આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે તો મોરબી શહેરના વીસીપરા વિસ્તારની અંદર આંબેડકર સ્કૂલની પાછળની શેરીમાંથી ૧૪ બોટલ દારૂ સાથે એક શખ્સ મળી આવ્યો હતો જેથી પોલીસે ગુના નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના લુંટાવદર ગામે દારૂનો જથ્થો હોવાની બાતમી મોરબી તાલુકા પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરતાં આરોપી દિનેશ રામજી કોળી અને નવઘણ રણછોડ કોળીના મકાનની સામેના ભાગમાં આવેલ ખરાબાની જગ્યામાંથી ૭૧ બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો માટે પોલીસે ૨૬૬૨૫ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી આવી રીતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમ દ્વારા મોરબી શહેરના રણછોડનગર આંબેડકર સ્કુલ પાસે શેરીમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ૧૪ બોટલ દારૂ સાથે અનવર ઉર્ફે આરીફ અબ્દુલભાઈ પારેડી જાતે મિયાણા (ઉમર ૨૫) રહે. મદીના સોસાયટી પાછળ મોરબી વાળો મળી આવ્યો હતો જેથી પોલીસે તેની પાસેથી ૪૨૦૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News