મોરબીના લીલાપર ગામે દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં કામ દરમિયાન મશીનમાં હાથ આવી જતાં ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં


SHARE







મોરબીમાં કામ દરમિયાન મશીનમાં હાથ આવી જતાં ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર ઢુવા ગામ પાસેના સિરામિક યુનિટમાં કામ દરમ્યાન મશીનમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાનને સારવાર માટે ખસેડાયો હતો.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર ઢુવા ગામ પાસે આવેલ સિગ્નેચર સીરામીક નામના યુનિટમાં રહીને ત્યાં મજૂરીકામ કરતા પ્રકાશ પાંડુરામ ખોડાલસર (ઉમર ૨૭) નામના યુવાનનો કામ દરમ્યાન મશીનમાં હાથ આવી ગયો હતો.જેથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત પ્રકાશ ખોડાલસરને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઇ ચાવડાએ પ્રાથમિક તપાસ કરીને બનાવ વાંકાનેર તાલુકા પોલીસ મથકની હદમાં બન્યો હોય ત્યાં બનાવ સંદર્ભે જાણ કરી હતી.

યુવાન સારવારમાં

મોરબીના જોધપર ગામે આવેલ અમાની પોલિટેકનીક નામના કારખાનામાં ટ્રક ઉપર માલ ભરતી વખતે ટ્રક ઉપરથી ઊંચાઈએથી નીચે પટકાતા શુભકાંત દયાનિધિ રૌલ નામના ૨૨ વર્ષીય પરપ્રાંતિય મજુર યુવાનને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબી-વાંકાનેર હાઇવે ઉપરના મકનસર ગામે રહેતા અને મોમભાઈ રૂખડભાઈ લાંબરીયા નામના ૬૦ વર્ષિય વૃદ્ધને મકનસર પાસે રિક્ષા પલ્ટી જતાં સર્જાયેલ અકસ્માતમાં ઈજાઓ થવાથી તેમને મોડી રાત્રીના અગિયાર વાગ્યે સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવ્યા હતા.

વાહન અકસ્માતમાં ઈજા

સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના મેમકા ગામે રહેતા ધીરૂભાઇ કરસનભાઈ પટેલ નામના ૫૦ વર્ષથી આધેડ ગામ નજીકથી બાઈક લઈને જતા હતા ત્યારે બાઇક સ્લીપ થઇ જતાં ઇજાગ્રસ્ત ધીરૂભાઈ પટેલને અત્રે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે ટંકારાના નેસડા ગામ પાસે ટ્રેકટર ચાલકે હડફેટે લેતા રાજકોટના ખાનપર ગામના વતની જયસુખભાઇ છગનભાઈ ઘોડાસરા નામના ૫૫ વર્ષીય આધેડને પણ સારવાર માટે અહીંની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.






Latest News