મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત
Breaking news
Morbi Today

કામધંધો બરાબર ચાલતો ન હોય યુવાને ઝેરી દવા પીને ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો


SHARE







ટંકારાના નેકનામ ગામે કામધંધો બરાબર ચાલતો ન હોય યુવાને ઝેરી દવા પીને ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો

ટંકારાના નેકનામ ગામે રહેતા યુવાનનો ધંધો બરાબર ચાલતો ન હતો જેથી હતાશ અને નાશીપાસ થઈને તેણે આપઘાત કરવા માટે ઝેરી દવા પી લીધી હતી અને ત્યારબાદ ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે જેથી કરીને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે ટંકારા સિવિલ હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા અને ત્યારબાદ આપઘાતના બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારાના નેકનામ ગામે નેકાપીરની દરગાહ પાછળ કોઠારીયા રોડ નાથાભાઈના વાડા પાસે નદીના કાંઠે લાલજીભાઈ કાનાભાઈ આલ જાતે રબારી (ઉંમર ૩૪) રહે. નેકનામ રબારીવાસ વાળાએ પોતે ઝેરી દવા પીધા બાદ ઝાડ સાથે દોરડું બાંધીને ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે ટંકારા સિવિલ હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી હતી અને પ્રાથમિક તપાસમાં એવી વિગત સામે આવી છે કે આપઘાત કરી લેનાર લાલજીભાઈ કાનાભાઈનો કામ ધંધો બરાબર ચાલતો હતો જેથી તે હતાશ અને નાસીપાસ થઇ ગયા હતા અને તે દરમિયાન તેણે આપઘાત કરી લીધેલ છે

દારૂની બોટલ

મોરબી નજીકના રવાપર ગામના જાપા પાસેથી પસાર થતાં યુવાનને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૩૭૫ રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબજે કરીને ભગવાનજીભાઈ પ્રભુભાઈ ચાડમીયા જાતે પટેલ (ઉમર ૩૭) રહે. રવાપર ગામ રામજી મંદિર પાછળ મોરબી વાળાની ધરપકડ કરેલ છે આવી જ રીતે વાંકાનેર તાલુકાના લુણસરીયા ફાટક પાસેથી પસાર થયેલા યુવાનને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી પણ દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૩૫૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે પ્રકાશભાઈ ઉર્ફે લાલો હસમુખભાઈ માણેક જાતે લોહાણા (ઉંમર ૨૬) રહે. ચોટીલા વાળાની ધરપકડ કરેલ છે




Latest News